માતૃભાષા મહોત્સવ 2025 એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલી ખાતે સંપન્ન થયો
માતૃભાષા મહોત્સવ 2025 એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલી ખાતે સંપન્ન થયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે નામના ધરાવતા એશિયન એજ્યુકેશન કેમ્પસમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એશિયન એજ્યુકેશન કેમ્પસ વડાલીના ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2025 નો સફળ આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ડૉ. ભાગ્યેશ જહા ( અધ્યક્ષ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર ) કે જેમને આ મહોત્સવ કરવા માટેની પ્રેરણા આપી આ પ્રસંગે મહોત્સવના મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રકાશભાઈ સુથાર અને શ્રી પ્રતીકસિંહ પરમાર એ ગુજરાતી ભાષાના ઐતિહાસિક ગૌરવ અને આજના યુગમાં તેની ભૂમિકા પર રસપ્રદ વિચારો રજૂ કર્યા આ કાર્યક્રમના સંયોજક તરીકે કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિતેશ જી. પટેલ ના આયોજન હેઠળ માતૃભાષા મહોત્સવ ની ઉજવણી થઈ અને આ સમગ્ર મહોત્સવનું સફળ સંચાલન શ્રી રવિરાજસિંહ ભાટી એ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો અને ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ માતૃભાષાના મહિમાને માણ્યો હતો અને સાથે સૌ સાથે મળી સંકલ્પ કર્યો કે અમે અમારી માતૃભાષા નું જતન કરીશું.
મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
