અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર ઉપર ખેડૂતને સિંહણએ હુમલો કરી છાતી ઉપર બેસતા વન વિભાગએ જેસીબી બોલાવી મૃતદેહનો કબ્જો લીધો
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર ઉપર ખેડૂતને સિંહણએ હુમલો કરી છાતી ઉપર બેસતા વન વિભાગએ જેસીબી બોલાવી મૃતદેહનો કબ્જો લીધો
મધરાતે વનવિભાગએ સિંહણને પકડવા મેગા ઓપરેશન કરી સિંહણને દબોસી લીધી
અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા સહીત વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે મોડી રાતે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકો અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકા વચ્ચે આવેલ કાકડી મોલી ગામ અને ટીંબી વિસ્તારની સીમ વિસ્તારમાં ખેડૂત મંગાભાઇ બોઘાભાઈ બારૈયા નામના ખેડૂત ઉપર વાડી વિસ્તારમાં સિંહણ આવી હુમલો કર્યો દૂર સુધી આ ખેડૂતને ઢસડી શિકાર કર્યો સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા જાફરાબાદ વનવિભાગ જસાધાર વનવિભાગ આસપાસના રેન્જ વિસ્તારનો વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પોહ્ચ્તા સિંહણ મૃતદેહ ઉપર કચડી શિકાર કરી રહી હતી આ વચ્ચે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા પરંતુ સિંહણ આક્રમણ બની ગુસ્સામાં હોવાથી વનવિવભાગ દ્વારા જેસીબી ટ્રેક્ટરની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો વનવિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામા આવી ઘટના સ્થળ પર શેત્રુંજી ડીવીજન ડીસીએફ જયન પટેલ,એસીએફ વિરલ સિંહ ચાવડા સહીત વનવિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પોંહચી સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં સિંહણને ટ્રાકુંલાઈઝ કરી સિંહણને દબોસી લીધી અને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
સિંહણ દ્વારા ખેડૂત ઉપર હુમલો કર્યા બાદ સિંહણએ તેમનો જ શિકાર હોય તેનો માલિક વનરાજા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વનવિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં સિંહણનું ટ્રાઈકુંલાઈઝ કરી પકડી પાડી એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સિંહણના બ્લડ સેમ્પલ સહિતની કામગીરી આવતી કાલે કરવામાં આવશે.
ડીસીએફ જયંત પટેલએ કહ્યું આ ઘટનાની માહિતી વનવિભાગને મળતા જસાધાર જાફરાબાદ રેન્જ સ્ટાફ પોહચીયો હતો બંને બોડર વિસ્તાર હોવાથી બંને ટીમ પોહચી આ વિસ્તારમાં સિંહણ દ્વારા હુમલો કર્યો તે આ વિસ્તારમાં અવર જવર કરતી હતી ગ્રામજનોને પણ આ વન્યપ્રાણીની માહિતી હતી સિંહણને પકડી લેવામાં આવી છે લોકો માટે સતત અવરનેસ કાર્યક્રમ કરતા હોય છે લોકોને મારી અપીલ છે અંધારામાં એકલા ન નીકળવું નિકલો ત્યારે લાઠી અને ટોર્ચ સાથે રાખવી જોઈએ આવી માહિતી મળે ત્યારે તાત્કાલિક વનવિભાગને જાણ કરવી વન્યપ્રાણી સિંહ જ્યારે શિકાર કરે ત્યારે પોતાનો માંલિકી પણું દેખાયું હતું જેસીબી ટ્રેક્ટરના માધ્યમથી સિંહણને દૂર ખસેડી ત્યારબાદ આ સિંહણનું ટ્રાકુંલાઈઝ કરી લીધી છે.
ગ્રામ્ય વિસ્તારમાં સિંહો દીપડાના હુમલાથી લોકોમાં ભય
અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સિંહો દીપડા વન્યપ્રાણીઓ દ્વારા સતત હુમલાઓ કરવા બાળકો ખેડૂતોના જીવ ગુમાવવાની ઘટનાઓ વધતા લોકોમાં નારાજગી સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સિંહોની સંખ્યા વધતી હોય તેમ સતત સિંહો સિમ વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં ઘુસી જવાની ઘટનાઓ પણ વધી છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
