સાત જ મિનિટમાં ચાર જેટલી ફોર વ્હીલ ગાડીની લૂંટ ચલાવી લઈને ફરાર થઈ જતા ચકચાર
પંચમહાલ
ગોધરા શહેરના વડોદરા હાઇવે માર પાસે આવેલા કોઠી ત્રણ રસ્તા ખાતે કોઠી મોટર્સ માંથી પિતાએ પોતાના સગા ભાઈની મદદથી અને કોઠી મોટર્સમાં કામ કરતા અન્ય મળતીયાઓનો સાથ સહકારથી ખાલી સાત જ મિનિટમાં ચાર જેટલી ફોર વ્હીલ ગાડીની લૂંટ ચલાવી લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે ઘટના ની જાણ સિક્યુરિટી દ્વારા પોતાના માલિકને કરતા માલિક તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પોતાની ગાડીઓની લૂંટ કરતા ઇસમોને રોકવાની કોશિશ કરી હતી ત્યારે કોઠી મોટર્સ માલિકને ઘેરો નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલામાં ઘટના સ્થળે પોલીસ આવી જતા લૂંટ ચલાવનાર પિતા અને પુત્ર સહિત અન્ય ઈસમો નાશી છુટેલા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.હાલતો કોઠી મોટર્સ ના માલિક દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લૂંટ ચલાવનાર પિતા અને સગા ભાઈ સહિત અન્ય ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરાના સલામત સોસાયટી ગૌન્દ્રા ખાતે રહેતા ઇમરાન મોહમદ ફિરદોષ કોઠી પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે તેઓ રંગ ધાબા ઉપર જમવા જતો હતો તે વખતે મારા સિકયુરીટી જગદીશ ભાઇનો ફોન આવેલ અને કહેલ કે કોઠી સ્ટીલમાંથી માણસો આવી અને આપણા શોરૂમમાંથી ગાડીઓ લઈ જાય છે. તેથી મે તરત જ ડી.એસ.પી. ગોધરાને ફોન કરેલ અને ઘટના વિશે જાણ કરી હતી.અને હું મારી ગાડી લઈ શોરૂમ પર આવેલ અને ગાડીમાંથી નીચે ઉતરી જોયેલ તો મારા શોરૂમના ગેટ ઉપર મારી કોઠી મોટર્સના મૌખિક પાટર્નર ઓસામા તૈયબ ભાગલીયા ઉર્ફે ફટાકી તથા કોઠી સ્ટીલના મેનેજર લુકમાન તથા કોઠી સ્ટીલના માણસો મારી સામે દોડીને આવતા હતા જેથી હું ડરી ગયેલ હતો.
તેમજ મને લુકમાન સુખી તથા મારો પાર્ટનર ઓસામા તથા કોઠી સ્ટીલમાં કામ કરતા માણસો મને ઘેરી વળતા મે મારા સ્વબચાવ માટે મે મારી ગાડીમાંથી હથીયાર કાઢી મે મારો સ્વબચાવ કર્યો હતો.તે વખતે લુકમાન સુખી દ્રારા મને મારી નાખવાની ધમકી આપતો હતો.એટલામાં પોલીસની ગાડી આવી જતા મને બચાવી લીધા. તેમજ મારા શોરૂમની બીજી ગાડીઓ પણ બચી ગઈ હતી.
જેથી કોઠી સ્ટીલના માલીક મારા પિતા મોહમદ ફિરદોષ કોઠી તથા મારા ભાઈ ઈરફાન મોહમદ ફિરદોષ કોઠી નાઓ મારી કોઠી મોટર્સના મૌખિક પાટર્નર ઓસામા તૈયબ ભાગલીયા ઉર્ફે ફટાકી નાઓની સાથે મળી લુકમાન સુખી તથા કોઠી સ્ટીલના માણસોને મારા શોરૂમ ઉપર ગાડીઓની લૂંટ કરવા માટે મોકલ્યા હતા. અને મારા શોરૂમ પરથી ચાર ગાડીઓ લઇ ગયા હતા.જ્યારે મારે મારા પિતા તથા ભાઇ ઈરફાન સાથે મિલકત સબંધે તકરાર ચાલુ હોય જેથી તેઓ આવું કૃત્ય કર્યું હતું જેથી તેઓની વિરુધ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.