આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગરનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક અવરનેસ કાર્યક્રમનું આયોજન
આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગરનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક અવરનેસ કાર્યક્રમનું આયોજન
તા.૫/૩/૨૦૨૫ને બુધવારના રોજ વિ.એન.એસ. બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના વિદ્યાર્થીઓએ ડૉ.ધરતી જૈનનાં માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પ્લાસ્ટિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાવેશ સેનમા, નરેશ ઠાકોર, જાનકી ઠાકોર અને શર્મિષ્ઠા ઠાકોરે ડૉ. ધરતી જૈનનાં માર્ગદર્શન હેઠળ યુવક મહોત્સવમાં આવેલાં વિવિધ કૉલેજોનાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સામે પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિશેના પોસ્ટર, બેનર, પ્લે કાર્ડ અને એક પાત્રી અભિનય વડે જાગ્રત કરવાનું કામ કર્યું હતું અને તે રીતે કૉલેજ કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.આ માટે કૉલેજના આચાર્ય શ્રી ડૉ. દિલખુશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ - :જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
