હવે ખીજડીયા પક્ષી અભ્યારણમા જામશે પક્ષીઓનો જમાવડો
હવે ખીજડીયા પક્ષી અભ્યારણમા જામશે પક્ષીઓનો જમાવડો
મરીન નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ચોમાસામાં ચાર મહિનાના વેકેશન પછી આજથી ખીજડીયા પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 15 જુનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના માટે પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેતું હોય છે. 16 ઓકટોબરના વહેલી સવારથી પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
જામનગર નજીક આવેલા મરીન નેશનલ પાર્ક ખીજડીયા પક્ષી અભ્યારણ 16 ઓકટોબરે, બુધવાર એટલે કે પ્રવાસીઓ, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ મામલે આરએફઓ દક્ષાબેન જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના કારણે શિયાળામાં દેશ-વિદેશના પક્ષીઓ વધુ સંખ્યામાં આવે તેવી શકયતા છે. દિવાળી વેકેશનમાં તથા ઠંડીની સીઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.