ધંધુકા તાલુકાના વાસણામાં માસિકધર્મ આરોગ્ય જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું
ધંધુકા તાલુકાના વાસણામાં માસિકધર્મ આરોગ્ય જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું
સ્ફેરૂલ ફાઉન્ડેશનના સહયોગથી, શ્રી ગોવિંદ ફાઉન્ડેશન (ગલસાણા) અને પ્રગતિ ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ (હડાળા) દ્વારા આજ રોજ વાસણા સબ સેન્ટર ખાતે વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત CHO અંજલિબેન, FHW રંજનબેન, FHS ગીતાબેન અને MPHW ગીરીશભાઈ દ્વારા ગામની આશરે 50 જેટલી બહેનો અને તરુણીઓ માટે માસિકધર્મ સંબંધિત આરોગ્ય જાગૃતિની માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને મહાવારી દરમિયાન લેવાની સાવચેતીઓ અંગે સરળ અને સમજદાર રીતે સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન દરેક હાજર બહેનોને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સ્વચ્છતા જળવાઈ રહેવા માટે બહેનોને મદદરૂપ થશે.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર પારુલબેન, કીર્તિબેન, કિંજલબેન, આશાવર્કર ગંગાબેન તેમજ ગામના સરપંચ અંજુબેન પરમાર પણ ઉપસ્થિત રહી, કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપી એકતા વાર સહભાગી રહ્યા હતા
આ મહત્વપૂર્ણ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ માટે સહયોગ આપનાર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
