કાલુપુર સ્વામિનારાયણ મંદિર થી દિવાળીજાટ ખડકી તરફ રસ્તો દિવસે બંધ રાખતા વાહન ચાલકો ની તકલીફમાં વધારો.
અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર વિસ્તારના કેટલાક રહીશો અને દુકાનદારો દ્વારા મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ અમદાવાદ માં રિલીફ રોડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર થી દિવાળી જાટ ખડકી તરફ જવાનો રાહદારી રસ્તો ડ્રેનેજ કે વોટર સપ્લાય ની કામગીરી ને લઈ ચાર પાંચ દિવસ દિવસે બંધ રાખવામાં આવ્યો હતો,
પ્રજા ની તકલીફોમાં વધારતા તંત્રને જાહેર જનતા ના સવાલો...
શું આ કામ બાબતે અમ.મ્યું.કો ના જેતે વિભાગ ના જવાબદાર અઘિકારી ની જાણ હેઠળ જો આવી કોઈ પણ કામગીરી જો દિવસે કરવાની જગ્યાએ રાત્રે ના થઈ શકે...?
ટ્રાફિક પોલીસ માટે અમદાવાદ નો ટ્રાફિક સમસ્યા પહેલે થી જ મુસીબત છે જ એમાં પણ છેલ્લા ચાર પાંચ દિવસ ચાલતી એવી કામગીરી દરમિયાન કેટલાક નાગરિકો અને વાહન ચાલકોને પડતી હાલાકી ભોગવી રહ્યા હતા અને આ કામ ની જગ્યાએ કામ કરતા માણસો ને આજે આ બાબતે પૂછપરછ કરતા તેઓએ AMC નું કામ ચાલુ છે એમ પણ જણાવેલ,
શું આ ખરેખર AMC ની કામગીરી હતી કે કેમ...?
ક્યાંક કોઈ પાણી કે ડ્રેનેજ ના ખોટા કનેક્શન નો કોઈ વિષય તો નથી ને...એ પણ તપાસ નો વિષય છે,
આ કામ રાત્રી સમયે થઈ શકે એમ હતું કે નહીં અને જો રાત્રી દરમિયાન આ કામ થઈ શકે એમ હોય તો દિવસે ખાડા કરી બંને તરફ આડાશો મૂકી રોડ બંધ કરી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ને થતી હાલાકી અને તકલીફ પડે એ જોવા નો અને સમજવાનો તંત્ર પાસે શું સમય જ નથી...?
ઉપરોકત ફોટામાં વાચક મિત્રો આ સમગ્ર બાબત આપ સૌ સ્પષ્ટપણે જોઈ શકો છો કે એવી તો કેવી સમસ્યા છે કે ચાર પાંચ દિવસ સુંધી કોઈ કામ પૂર્ણ નથી કરી શકતા...? એ પણ વિચારવા જેવી વાત છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.