બાલાસિનોર તાલુકા ના (VCE )દ્રારા મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને આવેદનપત્ર આપ્યું
બાલાસિનોર તાલુકા કોમ્પ્યુટર સાહસિક ( ઓપરેટર vce ) મંડળ દ્વારા ૯ માંગણીઓ અને હડતાળની ચીમકી સાથે મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર આપ્યું સરકાર દ્વારા ૮ માસ અગાઉ વિશ્વાસ આપ્યો હતો . પરંતુ તેની અમલવારી કરવામાં આવી નથી . સરકાર માત્ર ઠાલા વચનો આપીને કર્મચારીઓનું શોષણ જ કરી રહી છે . જેથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે . બાલાસિનોર તાલુકાના કોમ્પ્યુટર સાહસિક ( ઓપરેટર ) મંડળ દ્વારા ૯ માંગણીઓ અને હડતાળની ચીમકી સાથે મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને આવેદનપત્ર પાઠવીને પોતાની માગણીઓ પુરી કરવા માટેની રજૂઆત કરી છે . તેમજ આ બાબત સરકારમાં પહોંચાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી . જેમાં બાલાસિનોર તાલુકાની તમામ ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.