રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ.
રાજકોટ શહેર તા.૧૧/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ-૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇ-બસ એમ કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસહ્ય ગરમી અને તડકાની પરિસ્થિતિને પગલે પરિવહન કરતા શહેરીજનો માટે તમામ BRTS બસ શેલ્ટર્સ તથા તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORS ની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. હાલમાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઇ જાહેર પરિવહન સેવાના મુસાફરોને અસહ્ય ગરમીમાં રાહત મળે તે હેતુથી તમામ BRTS બસ શેલ્ટર્સ પર એર કુલર મુકવામાં આવ્યા છે ઉપરાંત પીવાના પાણીના જગ તેમજ ORS મુકવામાં આવેલ છે. તમામ સીટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORS પણ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ત્રિકોણબાગ ખાતેના સીટી બસ કંટ્રોલરૂમ ખાતે પણ ORS થતા પીવાના પાણીના જગ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
