ભચાઉ તાલુકાના માય ગામના લોકો એ વિન્ડ ફાર્મ સોલાર ફાર્મ કંપની વિરોધ ભચાઉ નાયબ કલેક્ટરશ્રી ને આપ્યો આવેદનપત્ર. ગૌચર જમીનમાં કંપની આવતા વિરોધ કાર્યો
*ભચાઉ તાલુકાના માય ગામ માં આવેલ રેવન્યુ સર્વે નંબર ૮૦૮ જે સરકારી સર્વે નંબર છે. તેમાં વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્રારા જમીન ની માંગણી કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનો ધ્યાનને આવતા ભચાઉ પ્રાંત કચેરીએ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપ્યું*
કંપની દ્રારા માંગણી વાડી માય ગામની સર્વે નં. ૮૦૮ વાળી જમીનનો ઉપયોગ ગામના પશુધન ના ચરિયાણ માટે કરવામાં આવે છે. આ પશુધન માં અંદાજિત ૪૦૦ ગાયો, ૪૫૦ ભેંસ, ૫૦૦૦ ઘેટા બકરા, નો સમાવેશ થાય છે. તેમજ અન્ય વન્ય પ્રાણીઓ તેમાં વસવાટ કરે છે. તથા સદરહુ જમીન માં વૃક્ષો વિગેરે આવેલ છે. જો આ જમીન વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની ને આપવામાં આવે તો આ પશુધન ના ચરિયણમાં ખુબ જ મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે સાથે જ માંગણી વાળી જમીન માં ગામના સ્થાનિક ખેડુતો દ્રારા સિંચાઈ માટે ૧૫ થી વધુ ટયુબવેલ આવેલ છે. તેમજ માંગણી વાળા સર્વે નંબર માં ઘણા બધા તળાવ આવેલ છે. તેમજ આ માંગણી વાળી જમીન માં આવેલ ખેરભટ ડેમ માં નર્મદા ના પાણી સિંચાઈ માટે મળી રહે તે માટેની પણ સરકાર માં પ્રક્રિયા ચાલુ છે. આમ વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની દ્રારા માંગવામાં આવેલ જમીન ખેતી અને પશુધન માટે ખુબજ ઉપયોગી છે અને આ જમીન જો વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની ને આપવામાં આવે તો મુંગા પશુધન તેમજ વૃક્ષો વિગેરે ને ખુબજ મોટુ નુકશાન જાય તેમ છે. તેમ થવાથ તો ગામ ની આર્થીક સ્થિતી નબળી થશે. તેવું ગ્રામજનો એ આવેદનપત્ર જણાવ્યું હતું.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
મોં -9909724189
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે
