બોટાદના મારૂતિ સ્પીન્ટેક્સ કંપનીના કામદારોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારી તથા મીડિયાનાં નોડલ અધિકારી - At This Time

બોટાદના મારૂતિ સ્પીન્ટેક્સ કંપનીના કામદારોને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારી તથા મીડિયાનાં નોડલ અધિકારી


અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લેતાં મહિલા કામદારો

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના “અવસર”માં તમામ નાગરિકો ભાગીદાર બને તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ મતદાન માટે મહત્તમ લોકોને પ્રોત્સાહન મળે તે માટે સતત કાર્યશીલ છે. ત્યારે બોટાદ જિલ્લાના માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી કે.બી.રમણા તેમજ મીડિયા મોનિટરીંગ કમિટીનાં નોડલ અધિકારી રાધિકાબેન વ્યાસએ બોટાદના ભદ્વાવડીમાં સ્થિત મારૂતિ સ્પીનટેક્સ કંપનીની જાત મુલાકાત લઈને તેમાં કામ કરતા કામદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથોસાથ કામદારોને અવશ્ય મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.
માઇગ્રેટરી ઇલેક્ટર્સનાં નોડલ અધિકારી કે.બી.રમણાએ કામદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તમામ કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ અવસરમાં ભાગ લે તે માટે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા માહિતી કચેરીનાં અધિકારીશ્રી અને કર્મચારીએ પણ મતદાન કરવાના શપથ લીધા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.