મર્ચન્ટ નેવીના કર્મીએ ટોર્ચર કરતાં 23 વર્ષની શિક્ષિકાએ આપઘાત કર્યો ’તો - At This Time

મર્ચન્ટ નેવીના કર્મીએ ટોર્ચર કરતાં 23 વર્ષની શિક્ષિકાએ આપઘાત કર્યો ’તો


થોરાળા પોલીસ મથકની સામે જ રહેતી અને ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીએ પાંચ દિવસ પહેલાં પોતાના ઘરે ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. જે બનાવમાં મોટો ખુલાસો થયો છે અને મર્ચન્ટ નેવીના કર્મીએ ટોર્ચર કરતાં 23 વર્ષની શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનું સામે આવતાં થોરાળા પોલીસે આંધ્રપ્રદેશ રહેતાં બીલ્લા નામના શખ્સ સામે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ભાવનગર રોડ પર થોરાળા પોલીસ મથક સામે જ રહેતાં 51 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બીલ્લા વામસી (રહે. આંબેડકર નગર, કવાલી, પોટ્ટી શ્રીરામુલુ નેલ્લોર, આંધ્રપદેશ) નું નામ આપતાં થોરાળા પોલીસે મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ, તેઓ મજૂરીકામ કરે છે અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેઓની મોટી પુત્રી 23 વર્ષની હતી, જે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેણીને કોરોનાકાળમાં મોબાઈલ મારફતે રેવ એપ મારફત દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ પ્રેમ સંબંધ પાંગર્યો હતો. દરમિયાન આરોપી તેમની પુત્રીને મળવા માટે ત્રણેક વખત રાજકોટ પણ આવ્યો હતો અને તેણીનું શારીરિક શોષણ પણ કર્યું હતું અને ત્યારના આરોપીએ ફોટા પણ પાડી લીધાં હતાં.
જે બાદ મૃતક પુત્રી પર આરોપી ખોટી શંકા કરવા લાગ્યો હતી અને તેણીના ઇન્સ્ટાગ્રામ સહિતની એપના આઈડી પોતાની પાસે લઈ તે કહે તેની સાથે જ વાત કરવાનું કહીં ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ થોડા સમય પહેલાં મારા પરિવારજનો મારા માટે છોકરી શોધવા લાગ્યાં છે, હવે હું તારી સાથે સબંધ નહીં રાખું, તેમ કહીં સબંધ તોડી નાંખ્યા હતાં. જે બાદ ફરીવાર સબંધ રાખવા દબાણ કરી તેમજ જો સબંધ નહિ રાખે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.
તેમજ ગઈ તા.30 ના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં યુવતીની ફેક આઈડી બનાવી તેમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ તે જ દિવસે અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મર્ચન્ટ નેવીમાં નોકરી કરતો હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે, જે હાલ જહાજમાં વિદેશમાં હોવાથી હાલ તેની ધરપકડ થઈ શકી નથી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image