શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સિહોર દ્વારા શાળાનો 31 મો વાર્ષિકોત્સવ “વિચારોનું વાવેતર”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
*તારીખ 11/01/25 શનિવાર ના રોજ શાળાનો 31મો વાર્ષિક મહોત્સવ "વિચારોનું વાવેતર" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી* *જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ. પૂ. કે. પી. સ્વામીશ્રી (સરદાર નગર ગુરુકુળ, ભાવનગર), શાળાના પ્રમુખશ્રી પ. પૂ. શાસ્ત્રી શ્રી ભગવત સ્વરૂપદાસજી, પ. પૂ. ઘનશ્યામ સ્વરૂપદાસજી (ગઢડા), શાળાના ડાયરેક્ટર શ્રી કનુભાઈ હડિયા, ભરતભાઈ હડિયા, વિનુભાઈ હડિયા તેમજ શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી*.
*✳️ વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક ગરબો, ટિપ્પણી નૃત્ય, ચંદ્રયાન-૩ સફળતા સંદેશ, દેશભક્તિ સંદેશ, સ્વચ્છતા સંદેશ, પિરામિડ, પાણી બચાવો સંદેશ વગેરે ભિન્ન ભિન્ન કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ શાળાના નાના નાના ભૂલકાઓએ પણ આત્મવિશ્વાસથી પૂર્ણ જુદી જુદી પ્રસ્તુતિઓ રજૂ કરી હતી*
*✳️ સમગ્ર કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ ,મીડિયા સેલ સંચાલકો અને પત્રકારો , શહેરની જુદી જુદી શાળાઓના સંચાલકશ્રી તેમજ પ્રતિનિધિઓ, બોહળી સંખ્યામાં શાળાના વાલીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું તથા બાળકોને નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.