કંબોપા ગામના ક્ષત્રિય સમાજના કાળુસિંહ અમરસિંહ ઠાકોરના પરીવારે ગૌરવ વધાર્યું - At This Time

કંબોપા ગામના ક્ષત્રિય સમાજના કાળુસિંહ અમરસિંહ ઠાકોરના પરીવારે ગૌરવ વધાર્યું


બાલાસિનોર તાલુકા નું છેવાડાનું ગામ એટલે કંબોપા

ગામ નાનું પણ ગૌરવ મોટું

સમગ્ર તાલુકાએ નોંધ લેવા જેવી બાબત

સમગ્ર બાલાસિનોર તાલુકા નું ગૌરવ એટલે કંબોપા ગામ

સમગ્ર શિક્ષણ જગત એ ગૌરવ લેવા જેવી બાબત

સમગ્ર બાલાસિનોર તાલુકામાં ગૌરવ અપાવનાર અને ગામનું નામ રોશન કરનાર કાળુસિંહ અમરસિંહ ઠાકોર નિવૃત્ત શિક્ષક નો પરિવાર એટલે એન્જિનિયર ડૉક્ટર અને શિક્ષકનો પરિવાર

જેમો બે શિક્ષકો ત્રણ એમબીબીએસ ડૉક્ટરો તેમજ ત્રણ એન્જિનિયરો મળીને કાળુસિંહ અમરસિંહ ઠાકોર નો પરીવાર
ઘરમાં એક શિક્ષક હોય તો આવનાર પેઢી કેટલી સુખી સંપન્ન હોય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

બાલાસિનોરથી આશરે ૨૦ કીલોમીટર ના અંતરે કંબોપા ગામ આવેલ છે

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામના કાળુસિંહ અમરસિંહ ઠાકોર (નિવૃત્ત શિક્ષક) ના પરીવાર માંથી (૧)તેમના વચેટ પુત્ર ઉદેસિંહ ઠાકોર (સિવિલ એન્જીનીયર) ની પુત્રવધૂ ડૉ. અર્પિતા આર.ઠાકોર તથા (૨) નાના પુત્ર બળવંતસિંહ ઠાકોર (પ્રા.શિક્ષક)ના સુપુત્ર ડો.ચિરાગ બી. ઠાકોર બંન્ને (MBBS ડોક્ટર) તબીબી અધિકારી વર્ગ-૨ તરીકે (૧)છોટાઉદેપુર અને (૨) મહીસાગર જિલ્લામાં નિમણુંક થતાં કુંટુંબનું,સમાજનું, ગામનું અને તાલુકાનું નામ રોશન કરી ગૌરવ વધારેલ છે તે બદલ બંન્ને ડૉ. ને અભિનંદન સાથે સમગ્ર વિસ્તારમાં આનંદ છવાઈ ગયો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.