વલસાડના રેલ્વે જીમખાના મેદાન ખાતે બિહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.
બિહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન માં ઉજ્જવલ ભારત ન્યૂઝ ના મુખ્ય સંપાદક સીમાબેન ભટ્ટાચાર્ય મુખ્ય વિજેતા ટીમ ને ટ્રોફી સહિત વિશેષ યોગદાન રહ્યું હતું,
બિહાર કલ્યાણ પરિષદ ના આદરણીય શ્રી સુધાંશુ શર્મા દ્વારા બિહાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું વલસાડના રેલ્વે જીમખાના મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,આ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ શરૂ થઈ હતી અને ૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સંપન્ન થઈ હતી,
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડની ક્રિકેટ ટીમ સાથે કુલ આંઠ ( ૮ ) જેટલી ટીમોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેમાં મુંબઈ થી આવેલ ખેલાડીઓ એ પણ પોતાની હાજરી આપી હતી, આ બિહાર પ્રીમિયર લીગની વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી,
આ બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો ના વરદ હસ્તે શ્રેષ્ઠ બોલર અને શ્રેષ્ઠ બેટ્સમેનને પણ ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ આપી સમ્માનિત કરી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ના પ્રોત્સાહન માં વધારો કરવામાં આવ્યો હતો,
આ બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં
૧ - બિહાર કલ્યાણ પરિષદના સ્થાપક સુધાંશુ શર્માજી વલસાડ,
૨ - રજવાડી જ્વેલર્સ ના માલિક મા.વિનોદભાઈ,
૩ - મોગરાવાડી મા.ગીરીષભાઈ દેસાઈ,
૪ - ઉજ્જવલ ભારત ન્યૂઝ મુખ્ય સંપાદક સીમાબેન ભટ્ટાચાર્ય,
૫ - આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વલસાડ જીલ્લા ના મહિલા પ્રમુખ મા.જ્યોતિબેન જાંગીડ ,
૬ - વલસાડ પશ્ચિમ રેલ્વે ના નિવૃત મા.રાજેન્દ્રભાઈ ગર્ગ,
૭ - યોગ આચાર્ય મા.તનુજા આર્યજી, જે પતંજલિ મહિલા યોગ સમિતિના રાજ્ય પ્રભારી,
૮ :- કરણી સેના ભારત ના વલસાડ જીલ્લા પ્રમુખ યોગીસિંહ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા,
યોગ આચાર્ય મા.તનુજા આર્યજી એ રમત - ગમત અને મનુષ્ય જીવનમાં યોગ નું મહત્વ અને યોગદાન વિષયે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, મહાનુભાવો અને ખેલાડીઓ ને સમજ અને માહિતી આપી હતી અને તમામ ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
ઉજ્જવલ ભારત ન્યૂઝ ચેનલ મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ના કાર્યક્રમમાં નારીશક્તિ અર્થે ખાસ જાહેરાત કરવામાં આવી હતી કે યુવતીઓ અને મહિલાઓ એ ઘર પરિવાર ની જવાબદારી નિભાવવા ની સાથે સાથે પોતાની અંદર રહેલી પ્રતિભાને સમાજમાં તમામ ક્ષેત્રોમાં અને રમત જગત ના મેદાનમાં લાવવી જોઈએ તે અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી,
આ કાર્યક્રમનું આયોજન બિહાર કલ્યાણ પરિષદના સ્થાપક શ્રી સુધાંશુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ કાર્યક્રમનું આયોજન વસંત પંચમી સરસ્વતી પૂજન નિમિત્તે કરવામાં આવ્યું હતું, જે બિહાર કલ્યાણ પરિષદ દ્વારા ૩ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેમાંથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ કાર્યક્રમ પણ સફળતાપૂર્વક નિર્વિઘ્ને સંપન્ન થયો હતો,
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ વલસાડ રેલ્વે જીમખાના ગ્રાઉન્ડ ખાતે સરસ્વતી માતા ની પૂજા નું આયોજન કરવામાં આવેલ છે બિહાર કલ્યાણ પરિષદ દ્વારા વસંત પંચમી ના આ સરસ્વતી માતાજી ના પૂજન કાર્યક્રમમાં સહભાગી થવા આપ સૌ ઉપસ્થિત રહેશો એવી અમારી ભાવપૂર્ણ આશા છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.