ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અંગેના ઝઘડામાં ત્રણ શખ્સ ઉપર હુમલો - At This Time

ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અંગેના ઝઘડામાં ત્રણ શખ્સ ઉપર હુમલો


- પિતા-પુત્ર અને કાકા ઉપર હુમલો કરતા ગંભીર ઈજા થઈ- લખતર તાલુકાના ઝમર ગામની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવીસુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઝમર ગામે ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે થયેલા ઝગડામાં પિતા-પુત્ર અને કાકા ઉપર મહિલા સહીત ત્રણ વ્યક્તિએ હુમલો કરીને ગંભીર ઈજા કર્યાની ફરીયાદ લખતર પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવની વિગત એવા પ્રકારની છેકે ઝમર ગામે રહેતા નાગરભાઈ ભગવાનભાઈ દેગામા અને રઘુભાઈ નરસીભાઈ રોજાસરાના ખેતરો બાજુબાજુમાં આવેલ છે.તાજેતરમાં રઘુભાઈ તેમના ખેતરમાં એરંડાના વાવેતરમાં ટ્રેક્ટરથી ખાતર નાંખતા હતા. તેઓ ટ્રેક્ટર વાળવા માટે સેઢા ઉપર ચડાવીને  નાગરભાઈના ખેતરમાં ચીલા પાડતા હોવાથી નાગરભાઈ તેમના પિતા ભગવાનભાઈ તથા કાકા રામજીભાઈએ રઘુભાઈને પોતાના ખેતરમાં ચીલા ન  પાડવા અને તેમના ખેતરમાં જ ટ્રેક્ટર વાળી લેવાનું કહેતા ઉશ્કેરાયેલા રઘુભાઈ, તેના પુત્ર ધર્મેન્દ્ર ઉર્ફે અક્ષુ તથા જસુબેને સોરીયાથી હુમલો કરીને ભગવાનભાઈ તથા રામજીભાઈને માથામાં તથા નાગરભાઈના હાથે ગંભીર ઈજા કરતા ત્રણેયને પ્રાથમીક સારવાર લખતર હોસ્પીટલે આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પીટલે લવાયા હતા. આ અંગે લખતર પોલીસમાં મહિલા સહીત ત્રણેય સામે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.