ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં 5 કરોડનાં ખર્ચે બનાવેલ વિશ્રામગૃહ પી.ડબ્લ્યુ.ડીનાં મંત્રી પૂર્ણેશ મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં 5 કરોડનાં ખર્ચે બનાવેલ વિશ્રામગૃહ પી.ડબ્લ્યુ.ડીનાં મંત્રી પૂર્ણેશ મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું


તા:16 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસને વેઞ મળતાં રહે તેવા સુવિધાનાં કામો થઈ રહ્યા છે જેમાં આજે ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં વિશ્રામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમનું બાંધકામ અને ફેસીલીટી સુવિધા માટે 5 કરોડનાં ખર્ચે વિશ્રામગૃહ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું આ તકે કોન્ટ્રાક્ટ દ્વારા પૂર્ણેશ મંત્રી મોદીનું મોમેન્ટોથી સન્માન કરાયું હતું ત્યારબાદ આ લોકાપર્ણ કાર્યક્રમમાં પૂર્ણેશ મોદી દ્વારા રિબિન કાપીને તકતીનુ અનાવરણ કર્યું હતું બહારથી આવતાં પર્યટનનોનેં સારી સુવિધા મળી રહેએ માટે કામો કરી રહ્યા છે જેમાં કોડીનાર બાયપાસ રોડ ઉપર બનાવવેલ નવનિર્મિત વિષમ ગૃહમાં ગ્રાઉન્ડ સાથે ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવામાં આવેલ છે

વિશ્રામ ગૃહમાં કુલ 2045 ચો.મીટર એરિયામાં પથરાયેલ વિશ્રામગૃહ ગ્રાઉન્ડમાં 4 ડીલક્ષ રૂમ 3 વી.આઈપી રૂમ 1 કોન્ફરન્સ (કેપીસીટી-16)1 વી.આઈપી ડાઇનિંગ રૂમ 1 જનરલ ડાઇનિંગ રૂમ 1 રીસેપ્શન રૂમ આવેલાં છે જ્યારે ફર્સ્ટ ફલોરમાં 2 વી.આઈપી 1 ડીલક્ષ રુમ 2 ડોરમેટરી અને 1 વી.આઇપી લાઉનસ જેવી સુવિધાનો સમાવેશ થાય છે જેમાં ગુજરાતમાંથી આવતા પર્યટનનો ને રાત્રી રોકાણ રહેવા માટે સુવિધા મળી રહે એ માટે અહિયાં બાજું માં આવેલ અનેક તિર્થધામ તુલસીશ્યામ મુળ દ્વારકા સોમનાથ પ્રાંચી અને ફરવા માટે દિવ જેવા અનેક ધાર્મિક સ્થળો કોડીનારની બાજુમાં આવેલાં છે ત્યારે આ પર્યટનનો રાત્રે પરીવાર સાથે શાંતીથી અહિયાં રોકાણ કરી શકે અને સારી સુવિધા મળી રહે એ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં સભા સંબોધીને મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવેલ છે કે રાજ્ય અને રાજ્યની અંદર માર્ગ અને મકાનની ભૂમિકા એકબીજા સાથે જોડાયેલ છે જેમની કનેક્ટિવિટીનું ખૂબ જ મહત્વ રહેલું છે

જેમાં પ્રવાસન શિક્ષણ સામાજિક અને ધંધાકીય અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટ અગત્યનું છે જે ઓછા સમયમાં ઝડપી ટ્રાન્સપોર્ટ થાય તે માટે વિવિધ માર્ગોનાં કામ પુરઝડપે કાર્યરત છે જેમાં આજે ભારત દેશ આઝાદ થયો એમના 75 વર્ષ પુરાં થયાં પછી પણ જે આંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓની સુવિધા નથી એવા 414 વિસ્તારોને ઓળખીને 500 કરોડનાં ખર્ચે રસ્તાને સગવડ આપવા તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા ધામળેજ સામતેર-બેડીયા કંટાળા તાલાળા જામવાળા સુત્રાપાડા રોડની સમારકામ કરવાની જાણકારી આપી હતી અને વિશ્રામગૃહનો લોકો ભરપુર જિલ્લામાં ફરવા આવતા પર્યટનનો લાભ લઈ શકે એવી પણ અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ વેરાવળમાં ચાલતા બ્રિજની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને જાલેશ્વર મંદિરની મુલાકાત લઈને મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ પણ લીધા હતાં જેમાં માછીમારી સમાજનાં આગ્રણી કિશોરભાઈ કુહાડાએ પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર આ સ્થળને ફરવા લાયક કરે તો સ્થાનિક કક્ષાએ લોકોનેં ખાસો ફાયદો થવાની પણ સંભાવના છે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન જિલ્લા ભાજપ પ્રમુખ માનસીહભાઈ પરમાર તેમજ પ્રાંત અધિકારી જ્વલંત રાવલ તથા ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો આગ્રણીઓ કાર્યકરો સહિતનાં શહેરીજનો પણ હાજર રહ્યા હતા

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon