સુરતના ઐતિહાસિક કિલ્લાને પણ હવે પીપીપી ધોરણે વહીવટ માટે સોંપાશે - At This Time

સુરતના ઐતિહાસિક કિલ્લાને પણ હવે પીપીપી ધોરણે વહીવટ માટે સોંપાશે


- પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી  કિલ્લો સંચાલન માટે આપવામાં આવે તો પાલિકાને વરસે 1.90 કરોડની બચત થાય તેવો દાવોસુરત,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારચોક બજાર ખાતે તાપી નદીના કાંઠે 16મી સદીના જર્જરિત થઈ ચુકેલા ઐતિહાસિક કિલ્લાના ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન માટે મહાનગર પાલિકાએ કરી છે. કરોડો રૂપિયાના ખર્ચે કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ 2018માં કિલ્લો જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  હવે પાલિકા કિલ્લાના વહીવટ માટે ખાનગી એજન્સી ને કામગીરી સોંપવા કવાયત કરી રહી છે. ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણી કાર્ય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે ટિકીટ વિન્ડો, ક્લોક રૂમ, સોવેનિયર શોપ, મુખ્ય પ્રવેશ પહેલા મોટ, ડ્રો બ્રીજ અને પાર્શીયલ બુર્જની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સિવાય મુખ્ય પ્રવેશની અંદર ઓપન એરિયામાં પ્રતિદિન સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન થઈ રહ્યું છે. કિલ્લાનું રિસ્ટોરેશન અને નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ તેની જાળવણી અને નિભાવ પાછળ દર વર્ષે 3.29 કરોડ રૂપિયાના ખર્ચ થવાનો અંદાજ છે.જ્યારે કિલ્લામાં આવનાર મુલાકાતીઓ થકી વર્ષે માત્ર 1.40 કરોડ રૂપિયાની આવકની શક્યતા છે. જેના કારણે કિલ્લાના સંચાલન, નિભાવ અને જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા થકી ખાનગી ઈજારદારને કિલ્લાનો વહીવટ સોંપવા વિચારણા થઈ રહી છે. ખાનગી એજન્સી ને સંચાલન સોંપવામાં આવે તો પાલિકાને 1.90કરોડ ની બચત થાય તેવો અંદાજ થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.