નશાખોર શખ્સે કંટ્રોલરૂમમાં કોલ કરી દારૂની બાતમી આપી:પોલીસે મકાનની ઝડતી લેતા 46 દારૂના પાઉચ મળ્યા! - At This Time

નશાખોર શખ્સે કંટ્રોલરૂમમાં કોલ કરી દારૂની બાતમી આપી:પોલીસે મકાનની ઝડતી લેતા 46 દારૂના પાઉચ મળ્યા!


રાજકોટ,તા.9 : રાજકોટમાં નશાખોર શખ્સે ઘનશ્યામ નગરના આંબેડકર નગરના એક મકાનમાં દારૂ છુપાવેલો હોવાની બાતમી પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી જણાવતા ભક્તિનગર પોલીસે નશાખોરને પકડી સાથે રાખી મકાનની ઝડતી કરતા દારૂના 46 દારૂના પાઉચ મળી આવ્યા હતા.તેમજ બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બનાવની વધુ વિગતો મુજબ,ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ એચ.એન.રાયજાદા,હીતુભા ઝાલા અને વાલજીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે કંટ્રોલરુમ ઇન્ચાર્જ પીએસઆઈ રંગપડીયાએ જણાવ્યું હતું કે,ઘનશ્યામનગર મેઇન રોડ આંબેડકરમાં અશોક સિંધવના મકાનમાં દારૂ વેંચાય છે તેમ કોલ આવ્યો હતો.
આ મામલે ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચતા પોલીસ કંટ્રોલરૂૂમમાં કોલ કરનાર શખ્સ દિપક વાઘેલા નામનો શખ્સ પણ દારૂ ઢીચેલી હાલતમાં જોવા મળ્યો હતો.જેથી તેમણે આપેલા મકાન અંગે ઘટનાસ્થળે પહોંચી અશોક સિંધવના મકાનમાં જઇ ઝડતી લેતા તેમની પાસેથી 46 દારૂના પાઉચ મળી આવ્યા હતા અને ત્યાં હાજર રહેલા શખ્સની પૂછપરછ કરતા સંજય ઉર્ફે શૈલેશ ગોવિંદભાઈ સિંધવ જણાવ્યું હતું.
પોતે દિવથી દારૂ લઈ આવવાની કબૂલાત આપી હતી.બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon