‘10 મહિના સાથે રહી, હવે કહે છે હું પ્રેગ્નેન્ટ છું’:શારીરિક સંબંધો સંમતિથી બંધાયા હતા, બોમ્બે હાઈકોર્ટે 3 મહિનાથી જેલમાં બંધ POCSO આરોપીને જામીન આપ્યા - At This Time

‘10 મહિના સાથે રહી, હવે કહે છે હું પ્રેગ્નેન્ટ છું’:શારીરિક સંબંધો સંમતિથી બંધાયા હતા, બોમ્બે હાઈકોર્ટે 3 મહિનાથી જેલમાં બંધ POCSO આરોપીને જામીન આપ્યા


બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા ચુકાદામાં એક 22 વર્ષીય યુવકને જામીન આપ્યા છે, જે સગીરા પર બળાત્કાર (POSCO)ના આરોપમાં 3 વર્ષથી જેલમાં હતો. જસ્ટિસ મિલિંદ જાધવની બેન્ચે કહ્યું કે 15 વર્ષની સગીરા છોકરી જાણતી હતી કે તે શું કરી રહી છે અને તે તેના પરિણામો પણ જાણતી હતી. બેન્ચે પોતાના આદેશમાં કહ્યું: છોકરીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને શારીરિક સંબંધ સંમતિથી બંધાયો હતો. છોકરી પોતાની મરજીથી પોતાનું ઘર છોડીને તે યુવક સાથે ગઈ હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે જ્યારે છોકરીએ પરિવારને ફોન કરીને જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના એક ગામમાં છે, ત્યારે પણ તેઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. બેન્ચે કહ્યું કે કાયદાની જોગવાઈઓ કડક હોવા છતાં, ન્યાયના હિતમાં જામીન નકારી શકાય નહીં, ખાસ કરીને જ્યારે કેસ ચાર વર્ષથી પેન્ડિંગ હોય અને ટ્રાયલ હજુ શરૂ ન થઈ હોય. બોમ્બે હાઈકોર્ટે કહ્યું- છોકરીએ પોતાની મરજીથી યુવકની સાથે ભાગી જવાનો નિર્ણય લીધો હતો અને 10 મહિના સુધી તેની સાથે રહી, જે દર્શાવે છે કે 18 વર્ષ કરતા નાની ઉંમર હોવા છતા તે પોતાના નિર્ણય અંગે સ્પષ્ટ હતી. હવે આખો મામલો સમજો... 8 ઓગસ્ટ, 2020ના રોજ, એક 15 વર્ષની છોકરી તેના ઘરેથી ગુમ થઈ ગઈ. છોકરીના પિતાને શંકા હતી કે તે કોઈ યુવક સાથે ભાગી ગઈ છે. પિતા નવી મુંબઈમાં યુવાનના ભાડાના ઘરે ગયા અને તેની શોધખોળ કરી, પરંતુ તેઓ ત્યાં મળ્યા નહીં. ફોન પર સંપર્ક કરવામાં આવતા, યુવકે છોકરી વિશે કોઈ માહિતી હોવાનો ઇનકાર કર્યો. બે દિવસ પછી, છોકરીએ તેના પિતાને કહ્યું કે તે ઉત્તર પ્રદેશના યુવકના ગામમાં છે. મે 2021માં, લગભગ 10 મહિના પછી, છોકરીએ તેના પિતાને કહ્યું કે તે ગર્ભવતી છે અને યુવક તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે. તેમણે નવી મુંબઈ પાછા ફરવા માટે મદદ માંગી. પિતા પોલીસ સાથે ઉત્તર પ્રદેશ ગઈ અને અન્ય એક મહિલા સાથે છોકરીને પાછી લઈ આવ્યા. સગીરાનું નિવેદન છોકરીના જણાવ્યા મુજબ, તે યુવકને 2019થી ઓળખતી હતી. યુવકે તેની સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી, જેનો છોકરીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. માતાપિતાની મનાઈ હોવા છતાં, બંને નિયમિતપણે મળતા હતા. માર્ચ 2020માં, યુવકે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા, પરંતુ કોવિડ લોકડાઉનને કારણે, તે તેના ગામ પાછો ફર્યો. બાદમાં તે છોકરીને પોતાની સાથે લઈ જવા પાછો આવ્યો હતો. 10 એપ્રિલ: અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત વિદ્યાર્થિનીને બળાત્કાર માટે જવાબદાર ઠેરવી 'પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોને સાચા માનવામાં આવે તો પણ, જે નિષ્કર્ષ કાઢી શકાય છે તે એ છે કે તેણે પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું.' તે પોતે બળાત્કાર માટે જવાબદાર છે. મેડિકલ તપાસમાં ડૉક્ટરે જાતીય હિંસા વિશે કોઈ વાત કરી નથી. આ ટિપ્પણી અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે કરી હતી. 10 એપ્રિલના રોજ, બળાત્કારના આરોપીને જામીન આપતી વખતે, કોર્ટે કહ્યું, 'બંનેની સંમતિથી સંબંધ બંધાયો હતો.' આ બળાત્કારનો કેસ સપ્ટેમ્બર 2024નો છે. અલ્હાબાદ હાઈકોર્ટનો આ આદેશ પણ ચર્ચામાં હતો, વાંચો... માર્ચના બીજા અઠવાડિયામાં, અલ્હાબાદ હાઈકોર્ટે બળાત્કાર સંબંધિત એક કેસમાં કહ્યું હતું કે, 'સ્તન પકડવા અને પાયજામાની દોરી ખોલવાને બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં.' આ ટિપ્પણી અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે કરી હતી. જસ્ટિસ મિશ્રાએ 3 આરોપીઓ સામે દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજી સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સ્વતઃ નોંધ લીધી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે કહ્યું, "હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય વલણ દર્શાવે છે." સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરી હતી અને તેમનો જવાબ માંગ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કહ્યું- આ ખૂબ જ ગંભીર મામલો છે અને આ ચુકાદો આપનાર જજે ખૂબ જ અસંવેદનશીલતા દર્શાવી. અમને ખૂબ જ દુઃખ થાય છે કે નિર્ણય લખનાર વ્યક્તિમાં સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ માનવતા અને કાયદા બંનેની વિરુદ્ધ છે. આવી ટિપ્પણીઓ 'અસંવેદનશીલતા' દર્શાવે છે અને કાયદાના માપદંડોની બહાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image