જસદણના વેપારી દ્વારા રાજકોટનાં પાંચ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ કપાસની ગાંસડીની ખરીદીના નામે વેપારી સાથે ₹. 1.26 કરોડની ઠગાઈ - At This Time

જસદણના વેપારી દ્વારા રાજકોટનાં પાંચ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ કપાસની ગાંસડીની ખરીદીના નામે વેપારી સાથે ₹. 1.26 કરોડની ઠગાઈ


(રિપોર્ટ રાજેશ લીંબાસિયા)
થોડા સમય પૂર્વે ચોટીલાની સિદ્ધનાથ કોટેક્ષ કંપનીના ઉઠમણાં થઈ ગયાના સમાચાર વહેતા થયા બાદ તેના ભાગીદારો સામે એક પછી એક ગુના નોંધાયા હતા. દરમિયાન જસદણના વેપારીને ૧૫ દિવસમાં પેમેન્ટ આપવાનું કહી તેની પાસેથી ૫૫૦૦ ગાંસડી કોટન ખરીદી થોડું પેમેન્ટ બાકી રાખી ૧.૨૬ કરોડનું બૂચ મારી દેતા રાજકોટ રહેતા પાંચેય ભેજાબાજો સામે જસદણ પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પાળીયાદના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો જસદણ પોલીસ કબજો લેશે અમદાવાદ, સાવરકુંડલા સહીત દસેક ગુના નોંધાયાનું જાણવા મળ્યું છે. જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ખાનપર રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્ષમાં આદિત્ય ટ્રેડલીંક નામે વેપાર કરતા અજયભાઈ કનુભાઈ વઘાસીયા ઉ.૩૮એ રાજકોટના દર્શન રમણીકભાઈ ભાલાળા, વિરેન સુરેશભાઈ લુણાગરિયા, રમણીક ચકુભાઈ ભાલાળા, સુરેશ ગોવિંદભાઈ લુણાગરિયા અને જતિન મગનભાઈ સોરઠીયા સામે જસદણ પોલીસમાં ૧,૨૬,૧૭,૬૭૭ની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૨૨માં ચોટીલા સ્થિત સિદ્ધનાથ કોટેક્ષ કંપની સાથે સંપર્ક થયેલ અને તે મોટા પાયે કોટન બેલ્સ ખરીદી કરવાની હોવાનું જાણવા મળતા વાતચીત કરતા ભાગીદારોએ ૧૫ દિવસમાં પેમેન્ટ આપવાનું કહેતા તેમને ૪૫૦૦ ગાંસડી આપી હતી. જેનું ૧૩,૦૮,૦૭,૩૨૫ પેમેન્ટ થતું હોય તે પૈકી ૧૨,૬૪,૯૪,૨૮૮ પેમેન્ટ ચુકવ્યું હતું. અને ૪૩,૧૨,૯૪૭ બાકી રાખ્યા હતા. તથા પિયા કોટન કંપનીને ૧૦૦૦ ગાંસડી કોટન આપ્યું હતું તેના ૨,૯૭,૪૪,૧૬૨ પેમેન્ટ થતું હોય પણ વેરીયેશન આવતા ૨,૬૪,૩૭,૭૮૫ પેમેન્ટ નક્કી થયું હતું. તેના ૧,૮૧,૩૩,૦૫૫ પેમેન્ટ ચુકવ્યું હતું. તેના ૮૩,૦૪,૭૩૦ પેમેન્ટ બાકી રહેતું હતું બંનેના ૧.૨૬ કરોડ લેવાના નીકળતા હોય વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા આપેલ નહિ ચોટીલા તપાસ કરતા ત્યાં તાળા જોવા મળ્યા હતા. દરમિયાન પીઆઈ ટી બી જાનીએ જણાવ્યું હતું કે આ ટોળકી પાળીયાદના ગુનામાં પકડાયેલ હોય. પાંચેયનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે. ટોળકી સામે સેમ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ, સાવરકુંડલા સહિતના સ્થળોએ દસ જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image