બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન
બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન
તા.૨૫ મે,૨૦૨૩ ના રોજ બોટાદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે નિ:શુલ્ક સેમીનાર યોજાશે : વધુ વિગત માટે રોજગાર સેતુ કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવો બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,બોટાદ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૩ નાં સવારે ૧૦:૩૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમીનારમાં વિષય નિષ્ણાંત દ્વારા વિગતવાર પાસપોર્ટ તેમજ વિઝા બાબતેની સઘળી માહિતી તથા કેરીયર કાઉન્સેલર દ્વારા વ્યવસાયિક / શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર નિ:શુલ્ક છે તથા વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદનાં રોજગાર સેતુ કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિ (સા.), બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.