જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, રાજસ્થાનના ટૂરિસ્ટનું મોત:પહેલા નામ પૂછ્યું, પછી માથામાં ગોળી મારી; 12 લોકો ઘાયલ, પહેલગામની ઘટના - At This Time

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, રાજસ્થાનના ટૂરિસ્ટનું મોત:પહેલા નામ પૂછ્યું, પછી માથામાં ગોળી મારી; 12 લોકો ઘાયલ, પહેલગામની ઘટના


મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. આ હુમલામાં રાજસ્થાનના એક પ્રવાસીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે આતંકવાદીઓ સેનાના કપડાંમાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરતા ફરાર થઈ ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે. જોકે, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘાયલોની સંખ્યા 12 છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. એક મહિલાએ સમાચાર એજન્સી પીટીઆઈને ફોન કરીને જણાવ્યું કે તેના પતિને માથામાં ગોળી વાગી છે. મહિલાએ પોતાની ઓળખ જાહેર કરી નથી. આતંકવાદી હુમલા પછીની તસવીરો 12 એપ્રિલના રોજ JCO શહીદ થયા હતા
આ પહેલાં 12 એપ્રિલે જમ્મુ જિલ્લાના અખનૂરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 9 પંજાબ રેજિમેન્ટના JCO કુલદીપ ચંદ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર 11 એપ્રિલના રોજ મોડીરાત્રે અખનૂરના કેરી બટ્ટલ વિસ્તારમાં શરૂ થયું હતું. 11 એપ્રિલે જ કિશ્તવાડ જિલ્લાનાં ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકવાદીને ઠાર માર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના હતા. તેમાં ટોચના કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં 4 અને 5 એપ્રિલની રાત્રે બીએસએફ સૈનિકોએ જમ્મુમાં નિયંત્રણ રેખા પાસે આરએસપુરા સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો, જ્યારે 1 એપ્રિલના રોજ નિયંત્રણ રેખા પર સેનાના એન્કાઉન્ટરમાં 4-5 પાકિસ્તાની ઘૂસણખોર માર્યા ગયા હતા. આ ઘટના પૂંછમાં નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી. શહીદ જેસીઓને સેનાએ શ્રદ્ધાંજલિ આપી
તેમને શ્રદ્ધાંજલિ આપતાં વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વીટ કર્યું, "જીઓસી વ્હાઇટ નાઈટ કોર્પ્સ અને બધા સૈનિકો સૂબેદાર કુલદીપ ચંદના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે એક ઓપરેશનનું નેતૃત્વ કરતી વખતે વીરગતિ પામ્યા." કઠુઆમાં 20 દિવસમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે 4 એન્કાઉન્ટર
છેલ્લા 20 દિવસમાં કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રણ એન્કાઉન્ટર થયાં છે. પહેલું એન્કાઉન્ટર 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં થયું હતું. સુરક્ષાદળોને જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાશીવાદી ફ્રન્ટના પાંચ આતંકવાદીની હાજરીની માહિતી મળી હતી, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા. બીજું એન્કાઉન્ટર 28 માર્ચે થયું હતું, જેમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ચાર સૈનિક, તારિક અહેમદ, જસવંત સિંહ, જગબીર સિંહ અને બલવિંદર સિંહ શહીદ થયા. આ ઉપરાંત ડીએસપી ધીરજ સિંહ સહિત ત્રણ સૈનિક ઘાયલ થયા હતા. તેમની સારવાર ચાલુ છે. ત્રીજું એન્કાઉન્ટર 31 માર્ચની રાત્રે કઠુઆના પંચતીર્થી મંદિર પાસે થયું હતું. આ વિસ્તારમાં ત્રણ આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળી હતી. એક આતંકવાદી માર્યો હોવાના સમાચાર પણ હતા, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સેનાના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, 31 માર્ચની રાત્રે આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી, જેના પગલે સેનાએ રાજબાગના રુઇ, જુથાના, ઘાટી અને સાન્યાલના જંગલ વિસ્તારો તેમજ બિલ્લાવરના કેટલાક ભાગોમાં સર્ચ-ઓપરેશન શરૂ કર્યું હતું. પંચતીર્થીમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. જંગલમાં છુપાયેલા ત્રણ આતંકવાદી ભાગી ન શકે એ માટે સુરક્ષાદળોએ આખી રાત આ વિસ્તારને ઘેરી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image