લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ
મહીસાગર જિલ્લાના લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. વિરણીયા વિસ્તારના ૧૦ ગામોના પશુપાલકોને સરકારશ્રીની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ જેમ માનવીઓની ચિંતા કરી છે એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે. સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે. હવે તમારે કોઈ ડોકટર શોધવા નહીં જવુ પડે માત્ર ૧૯૬૨ ઉપર કોલ કરશો એટલે મોબાઈલ વાન આપના આંગણે હાજર થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પશુપાલન અધિકારીશ્રી એમ જી ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી બકુલાબેન ચૌહાણ સહિત અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.