શાળા દ્વારા બાળકોને તાલુકા પોલીસ સ્ટેશન, તાલુકા સેવા સદન, તાલુકા અદાલત અને આઇટીઆઇની મુલાકાત કરાવી વિવિધ બાબતે માહિતગાર કરાયા - At This Time

શાળા દ્વારા બાળકોને તાલુકા પોલીસ સ્ટેશન, તાલુકા સેવા સદન, તાલુકા અદાલત અને આઇટીઆઇની મુલાકાત કરાવી વિવિધ બાબતે માહિતગાર કરાયા


નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ શરૂ કરાયેલ અનોખી પહેલ "10 Days Bagless program"માં જોડાતી બાહી કુમાર શાળા

પંચમહાલ,
રવિવાર:- નવી શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ હેઠળ, "૧૦ દિવસ દફતર વિના (10 Days Bagless Day)" એક અનોખી પહેલ છે, જે વિદ્યાર્થીઓ માટે અનુભૂતિ-આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે.
તે અંતર્ગત બાહી કુમાર શાળા,બાહી દ્વારા શાળાના બાળકોને તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં તેમને પોલીસ સ્ટેશનની કાર્યપધ્ધતિ જાણકરી આપવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા સેવા સદનમાં ચાલતી વિવિધ વિભાગોની કામગીરીની અંગે માહિતી આપવામાં આવી હતી.
બાળકો ન્યાય મંદિરની ન્યાય પ્રણાલીને સમજે તે ઉદ્દેશ્યથી શાળા દ્વારા બાળકોને તાલુકા અદાલતમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતમાં બાળકોને ન્યાય વ્યવસ્થા વિશે યોગ્ય સમજણ આપવામાં આવી હતી.
બાળકો જીવનમાં કૌશલ્યલક્ષી શિક્ષણનું મહત્વ સમજે અને તે અંગે માહિતગાર થાય તેવા હેતુથી બાળકોને શાળા દ્વારા સરકારી ઔધોગિક તાલીમ કેન્દ્ર (ITI), શહેરાની મુલાકાત કરાવી બાળકોને અલગ-અલગ ટ્રેડ વિશે જાણકરી આપીને માહિતગાર કરાયા હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image