ખેતરમાં વીજ પોલ અને ફાઉન્ડેશન તોડી નાખતા આંબરડી ગામે બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ - At This Time

ખેતરમાં વીજ પોલ અને ફાઉન્ડેશન તોડી નાખતા આંબરડી ગામે બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ


અમરેલી ખાતે રહેતા અશ્વિનભાઈ રમેશભાઈ મેર દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી વિગતો અનુસાર જોઈએ તો જેટકો સંસ્થા દ્વારા 66 કેવી નવાગામ તથા આંબરડી ખંભાળા લાઈન સબ સ્ટેશનથી જતી એકવડી વીજ લાઈન પ્રસ્થાપીત કરવાની હોય અને વીજ લાઈન આંબરડી તથા નવાગામની સીમ વિસ્તારમાં પસાર થતી હતી વિજ લાઈન ઊભી કરવા માટે ટાવર ફાઉન્ડેશન તથા ટાવર ઇરેક્શન તથા તાર ખેંચવાનું કામ ચાલુ હતું અને જે આંબરડી તથા નવાગામ ની સીમમાં આવેલ અમુક ખેતીની જમીનમાંથી પસાર થતી હતી જેમાં અમુક ખેડૂતોએ વિરોધ કરેલ જ્યારે નવાગામમાં સર્વે નંબર 62 પૈકી બે ખાતેદાર પુનાભાઈ સગરામભાઇ શિરોડીયા રહે આંબરડી ના ખેતરમાં કામ કરેલ હતું જેમાં ટાવરના ફાઉન્ડેશન ભરવામાં આવેલ અને ફાઉન્ડેશનમાં લોખંડના એંગલ ઊભા કરવામાં આવેલ જ્યારે ખાતેદાર પુનાભાઈ સગરામભાઇ શિરોડીયા એ તથા તેના દીકરા છેલાભાઈ પુનાભાઈ શિરોડીયા એ જેટકો સંસ્થા દ્વારા રાજ્ય સરકારશ્રીના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના જાહેર હિતમાં અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસ માટે કામગીરી ચાલુ હતી તે દરમિયાન લોકેશનના ફાઉન્ડેશન તોડી નાખી આશરે બે લાખ રૂપિયાની પબ્લિક પ્રોપર્ટીની નુકસાની કરતા જેની વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટ ક.3( 2) A મુજબ નો ગુન્હો જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો આ તકે જસદણ પોલીસે તપાસ આદરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.