જસદણની ધ અલ્ટ્રા માય સ્કૂલનો ખેલ મહાકુંભ 3.O માં ડંકો
ખેલ મહાકુંભ 3.O ના આયોજન અંતર્ગત જસદણની ધ અલ્ટ્રા માય સ્કૂલનો ડંકો વાગ્યો હતો. જેમા ખેલ મહાકુંભ 3.O ના જસદણ તાલુકા કક્ષાના આયોજન કન્વીનર તરીકે નારણભાઈ મકવાણા અને પરેશભાઈ રામાણી ના અધ્યક્ષ પદે સફળ બનાવાયું હતું. જેમાં એથ્લેટિક, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંસ, ચેસ અને યોગાસન આટલી રમતો માં તાલુકાની અલગ અલગ શાળાઓના ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ રમતગમત ક્ષેત્રે જસદણ તાલુકા ની "ધ અલ્ટ્રા માય સ્કૂલ"એ સૌથી વધારે 328 પોઇન્ટ મેળવી સતત ત્રીજી વખત તાલુકાની બેસ્ટ શાળાની દાવેદારી નોંધાવી હતી. તેમજ 5 બાળ ખેલાડીઓની સ્પોર્ટ્સ શાળામાં અભ્યાસ કરવા માટે પસંદગી પણ થઈ હતી. ધ અલ્ટ્રા માય સ્કુલએ આ ખેલ મહાકુંભમાં 43 ગોલ્ડ મેડલ, 31 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ એમ કુલ મળી ને 84 મેડલ જીતી શાળાનું નામ ઉજ્વળ કર્યુ હતું. આ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર તમામ બાળ ખેલાડીઓને શાળાનાં આચાર્ય અને સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
