ભાવનગર ખાતે તમાકુ મુકત કોળીયાક અંતર્ગત મેરેથોન સાયકલ રેલી યોજાઇ
ભાવનગર ખાતે તમાકુ મુકત કોળીયાક અંતર્ગત મેરેથોન સાયકલ રેલી યોજાઇ
૬૦૦ સ્પર્ધકોએ ભાગ લઈને તમાકુ મુકત કોળીયાક બીચ કરવાનો સંદેશો પાઠવ્યો
જિલ્લા પંચાયત આરોગ્યશાખા, ભાવનગર દ્વારા તમાકુ મુકત કોળીયાક ( નિષ્કલંક મહાદેવ ) ખાતે મેરેથોન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સાયકલ રેલીનો રૂટ જિલ્લા પંચાયત ભાવનગર થી કોળીયાક ધાવડીમાતાના મંદીર (અંદાજીત ૨૮ કીમી) સુધી રાખવામાં આવેલ હતો. આ સાયકલ મેરેથોનમાં અંદાજીત ૬૦૦ સ્પર્ધકોએ ભાગ લઈને તમાકુ મુકત કોળીયાક બીચ કરવાનો સંદેશો પાઠવ્યો હતો.
આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા નોનકોમ્યુનીકેબલ ડીસીઝ જેવાકે ડાયાબીટીસ અને બી.પી. વગેરેનું પ્રાથમીક સ્ક્રીનીંગ એચ.સી.જી. હોસ્પીટલના સહયોગથી રાખવામાં આવેલ હતું. કોવીડ -૧૯ વિશે જન જાગૃતિ સાથે સોશિયલ ડીસ્ટસીંગ, માસ્ક, સેનીટાઇઝેશન તેમજ કોવીડ -૧૯ રસીકરણ વિષે પણ સ્પર્ધકો ઉપસ્થિત રહેલ સ્પધકોને સમજ આપવામાં આવી હતી. સમગ્ર મેરેથોનમાં ૧૦ વર્ષથી લઇને ૬૦ વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંદાજીત ૪૪ મહીલાઓએ પણ આ સાયકલ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાયકલ મેરેથોનમાં પ્રાઇવેટ હોસ્પીટલોના સહયોગથી સ્પર્ધકોને ટીશર્ટ, કેપ, માસ્ક, પાણીની બોટલ તેમજ એક બેગ આપવામાં આવેલ હતું આ સાયકલ મેરેથોનમાં જિલ્લા પંચાયત આરોગ્યશાખાના અધિકારીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા ક્ષય અધિકારીશ્રી, ઇ.એમ.ઓ.શ્રી, ડી.કયુ.એ.એમ.ઓ.શ્રી તેમજ અન્ય આરોગ્યના તમામ કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.