કોલકાતામાં રામ નવમીની રેલી પર ટાર્ગેટેડ હુમલો:બંગાળ ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારનો દાવો- ગાડીઓ પર પથ્થરમારો કર્યો, પોલીસે કહ્યું- રેલીની મંજુરી નહોતી
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ અને સાંસદ સુકાંત મજુમદારે રવિવારે દાવો કર્યો હતો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં રામ નવમી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયો શેર કરતા મજુમદારે લખ્યું - ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. કાચ (વિન્ડશિલ્ડ) તૂટી ગયો હતો. અરાજકતા ફેલાઈ ગઈ. આ કોઈ સામાન્ય ઘટના નહોતી પણ ટાર્ગેટેડ હુમલો હતો. જવાબમાં, કોલકાતા પોલીસે કહ્યું કે કોઈપણ રેલી માટે મંજુરી લેવામાં આવી ન હતી. તેમજ આ વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ ન હતી. ગાડીઓને નુકસાન થયાની માહિતી મળ્યા બાદ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પરિસ્થિતિ સામાન્ય છે. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો. રવિવારે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી. રામ નવમી પર યુપી, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના લગભગ 2500 રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 6 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ભાજપ નેતા સુકાંત મજુમદારની પોસ્ટની 2 મોટી વાતો પશ્ચિમ બંગાળની રામ નવમીની તસવીરો... પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ વચ્ચે રામ નવમીની ઉજવણી રામ નવમીને લઈને પશ્ચિમ બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બંગાળ સરકારે 9 એપ્રિલ સુધી પોલીસકર્મીઓની રજા પણ રદ કરી દીધી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ સમુદાયના લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. દક્ષિણ બંગાળના અધિક પોલીસ મહાનિર્દેશક સુપ્રતિમ સરકારે જણાવ્યું હતું કે અમને રામ નવમીની આડમાં અશાંતિ ફેલાવવાના કાવતરા અંગે ગુપ્ત માહિતી મળી છે. ગુરુવારથી કોલકાતા, મુર્શિદાબાદ, હાવડા, પૂર્વ અને પશ્ચિમ મેદનીપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, સિલિગુડી, જલપાઈગુડી, અલીપુરદ્વાર, કૂચ બિહારમાં વધારાના પોલીસ દળ અને રેપિડ એક્શન ફોર્સની તહેનાતી શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આ જિલ્લાઓમાં હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
