સ્માઈલ ગૃપ ઓફ બોટાદ દ્વારા ચકલી માળા અને પાણી કૂંડા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
(ચિંતન વાગડીયા)
સ્માઇલ ગ્રુપ દ્વારા હનુમાનજી દાદાની પ્રાર્થના કરી અને પોતાનું કાર્ય કરવા માં આવ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવ ચકલીને રાહત મળે તેવા ઉમદા હેતુથી ૩૦૦૦ જેટલા માટીનાં કૂંડા અને માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં લોકોએ આ વિતરણ વ્યવસ્થાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ ગૃપ દ્વારા અબોલ જીવની સેવા સાથે પયાર્વરણ બચાવો , રોપા વિતરણ, ગરીબ બાળકોને શિક્ષણ કીટ તથા તહેવારોમાં મીઠાઈ વિતરણ કરી એમનાં ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ વર્ષ ૨૦૧૮ થી કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર સેવાકીય પ્રવૃતિનું આયોજન સમગ્ર ગૃપ દ્વારા દર વર્ષે ખૂબ ઉત્સાહથી કરવામાં આવે છે. લોકો પોતાના ઘરે લગાવી અને ધન્યતા અનુભવે છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
