પત્રકારમાં રાજકારણી, વહીવટી અધિકારી અને પોલીસઅધિકારીનો ત્રિવેણી સંગમ !: જિજ્ઞેશ પોપટ - At This Time

પત્રકારમાં રાજકારણી, વહીવટી અધિકારી અને પોલીસઅધિકારીનો ત્રિવેણી સંગમ !: જિજ્ઞેશ પોપટ


પોરબંદર 'આજકાલ'ના સહતંત્રી જિજ્ઞેશ પોપટે આ સ્નેહમિલનમાં સ્વાગત પ્રવચન કરતા મહાનુભાવોને આવકાર્યા હતા અને જણાવ્યુ હતુ કે દરેક પત્રકારમાં રાજકારણી, વહીવટી અધિકારી અને પોલીસઅધિકારીનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. જે રીતે નેતાઓ પ્રજાના દિલમાં રાજ કરે છે તે રીતે પત્રકારો તેમના વાચકો અને દર્શકોના દિલમાં રાજ કરે છે. વહીવટીતંત્રના અધિકારીઓ સુવ્યવસ્થિત રીતે વહીવટ ચલાવે છે, સંચાલન કરે છે એ જ રીતે પત્રકારો પણ સમાચારનું વ્યવસ્થિત રીતે સંપાદન કરીને સંકલન કરે છે અને અખબારના માલિકો તેને વ્યવસ્થિત રીતે ચલાવે છે એટલું જ નહી પરંતુ પોલીસ અધિકારી કયારેક ધોકા પછાડે છે એ જ રીતે પત્રકારો પણ નાછૂટકે કયારેક કલમ અને કેમેરો પછાડે છે કારણકે જ્યારે તંત્ર, રાજકીય આગેવાનો કે અધિકારીઓ યોગ્ય રીતે ફરજ બજાવવામાં નિષ્ફળ જાય અથવા ક્ષતિ કરે ત્યારે તેઓનો કાન આમળવા માટેની ફરજ પણ પત્રકારો નિભાવે છે તેથી પત્રકારો કયારેક તેમની સામે તો કયારેક તેમની સાથે પણ રહે છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image