વિજાપુર અને લાડોલ APMC માં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજે ખેડૂત મિત્રો એ ગંભીર ફરીયાદો ઉઠાવી - At This Time

વિજાપુર અને લાડોલ APMC માં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજે ખેડૂત મિત્રો એ ગંભીર ફરીયાદો ઉઠાવી


વિજાપુર તાલુકા માં

વિજાપુર અને લાડોલ APMCમાં ખેડૂતો સાથે થતી છેતરપિંડી અંગે આજે ખેડૂત મિત્રોએ ગંભીર ફરિયાદો ઉઠાવી છે. આ ફરિયાદોમાં વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સાહસિક યુવા સામાજિક કાર્યકર તરુણ પટેલ ખેડૂતો સાથે હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વિજાપુર APMCમાં તમાકુ ના પાકના ભાવ નક્કી કર્યા બાદ પ્રતિ 20 કિલો પર 1 કિલો 800 ગ્રામ ખોટું વજન કાપવામાં આવે છે. આમાં 1 કિલો બોરીનું વજન, 500 ગ્રામ રજ઼ અને 300 ગ્રામ નમન તરીકે ગણીને કપાત કરવામાં આવે છે.જો કોઈ ખેડૂત છૂટું ખુલ્લું પાક ટ્રોલી માં લાવે તોહ પણ પ્રતિ 20 કિલો યે 1 કિલો થી 1 કિલો 300 ગ્રામ સુધી વજન કાપવમાં આવે છે. આ બાબતે ખેડૂતોને કોઈ નિયમ કે ઠરાવની માહિતી આપવામાં આવતી નથી.

આ ઉપરાંત, અન્ય પાકોમાં પણ ખોટું વજન કાપીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર તરુણ પટેલે આ મુદ્દે અનેક રજૂઆતો કરી હોવા છતાં, કોઈપણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે, એક ખેડૂતને 50 બોરી પર 10,000 થી 15,000 રૂપિયાનું નુકસાન થાય છે.

ખેડૂતોની ફરિયાદ છે કે વિજાપુર APMCમાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, જો બોરીનું વજન 50 કિલો 300 ગ્રામ હોય, તો માત્ર 50 કિલો જ ગણવામાં આવે છે અને બાકીના 300 ગ્રામનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. આ ઉપરાંત, પાકના ભાવમાં પણ ખેડૂતો સાથે અન્યાય થાય છે.

ખેડૂતો અને સામાજિક કાર્યકર તરુણ પટેલ દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને ન્યાય અપાવવા અને વિજાપુર તથા લાડોલ APMCમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે જેથી ખેડૂતોનું આર્થિક નુકસાન અટકાવી શકાય.

વધુ માં સામાજિક કાર્યકર તરુણપટેલે જણાવ્યું હતું કે વજન કાપવાની ખોટી પ્રથા બંધ થાય તોહ ખેડૂય અને apmc ને કરોડો રૂપિયાનો ફાયદો થઇ શકે છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image