ઇડર ફાયર વિભાગે કોલ મળતા સ્થળ પર પહોંચી આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં બે અલગ અલગ સ્થળે આજે બપોરના સમયે આગ લાગવાના બનાવો બન્યા હતા. જેને લઈને કોલ મળતા ઇડર ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ઇડર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર કમલ
પટેલની ટીમને શુક્રવારે બપોરના સમયે બે અલગ અલગ ગામમાં આગ લાગવાના બનાવો
અંગે કોલ મળ્યા હતા. પ્રથમ આગ લાગવાનો કોલ ઇડર તાલુકાના ભદ્રેસરમાં તલાટી
રીંકુંબેન દ્વારા મળ્યો હતો. જેમાં ભદ્રેસર મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ ડુંગર પર
ઝાડીઓમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ ડુંગર પર વધુ પ્રસરી હતી. જેને
લઈને ફાયર વિભાગે સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જહેમત બાદ
આગ બુઝાવી હતી. બીજી તરફ ઇડરના સુરપુર ગામે દુષ્યંતકુમાર મણિલાલ પંડ્યાના ઘઉંના
ખેતરમાં લાગી હતી. જેને લઈને કોલ કરતા સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.