હળવદ તાલુકાના ચરાડવા 108 ની સરાહનીય કામગીરી ચરાડવા ગામમાં વાડી વિસ્તારમાં 108 ની ટીમે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી: માતા અને બાળક બંને તંદુરસ્ત - At This Time

હળવદ તાલુકાના ચરાડવા 108 ની સરાહનીય કામગીરી ચરાડવા ગામમાં વાડી વિસ્તારમાં 108 ની ટીમે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી: માતા અને બાળક બંને તંદુરસ્ત


હળવદ તાલુકાના ચરાડવા ગામે ગ્રામજનોની મહાન મહેનત બાદ ચરાડવા ગામને 108 ફાળવવામાં આવી હતી ત્યારે આજે ચરાડવા વાડી વિસ્તારમાંથી ઈમરજન્સી માટેનો કોલ આવતા 108 ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી જ્યાં મહિલા ને પ્રસુતાની પીડા ઉપડતા તરત જ હોસ્પિટલે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ રવાના થાય તે પહેલા જ રસ્તામાં પ્રસુતાને પીડા અસહ્ય થતા 108 ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી વધુમાં 108 ના EMT અલકાબેન અને પાયલોટ સંદીપભાઈ ગણતરીની મિનિટોમાં જ સ્થળપર પહોંચી ગયા હતા અને મહિલાને સફળ પ્રસુતિ કરાવી હતી અને હાલ અત્યારે ચરાડવા સીએચસી ખાતે રિફર કરવામાં આવ્યા હતા જયા માતા અને બાળક બંને હાલ તંદુરસ્ત છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.