સુરતના કોટ વિસ્તારમાં રહેતાં મુળ સુરતીઓએ બળેવની પરંપરા જાળવી રાખી
- 12 ઓગસ્ટ 1938માં હોડી દુર્ઘટના બની હતી તેને આજે 84 વર્ષ પુરા થયા : હોડીમાં બેઠેલા તમામ 82 સુરતીઓના મોત બળેવના દિવસે થયા હતાસુરત,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારસુરતીઓ અને તહેવારની ઉજવણી એક બીજાના પર્યાય છે તે સદીઓ થી ચાલતું આવે છે. આજથી સાડા આઠ દાયકા પહેલાં સુરતની તાપી નદીમાં બળેવ ની ઉજવણી વખતે બનેલી હોડી હોનારતના આજે પણ સુરતીઓ ભુલી શક્યા નથી. આ સમયે નાનકડું એવા સુરતમાં બળેવના તહેવાર બાદ લોકો નાવડી ની સવારી કરવા માટે પહોંચ્યા હતા. ડક્કા ઓવારા ખાતે હોડીની ક્ષમતા કરતાં વધુ લોકો બેઠા અને તમામ 82 લોકો ડૂબી ગયા હતા ત્યારથી સુરતીઓ બળેવની ઉજવણી કરતાં નથી પરંતુ બીજા દિવસે વાસી બળેવની ઉજવણી કરે છે તે પરંપરા આજે પણ કોટ વિસ્તારમાં યથાવત જોવા મળે છે. સુરતમાં આજથી બરાબર 84 વર્ષ પહેલા એટલે કે 12 ઓગસ્ટ 1938 ના રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી. બળેવ બાદ હોડીમાં ફરવા જતી વખતે તાપી નદીના ઉંડા પાણીમાં હોડી ડૂબી ગઈ હતી અને ત હોડીમાં બેઠેલા તમામ 82 લોકોના મોત થયા હતા. આજથી 84 વર્ષ પહેલાં બનેલી આ હૃદય હચમચાવી જાય તેવી દુર્ઘટનાને યાદ કરી આજે પણ સુરતીઓ નારીયેળી પૂનમની બળેવ નહી પરંતુ બીજા દિવસની બળેવ ઉજવે છે. આ પરંપરા હજુ પણ સુરતના કોટ વિસ્તારમાં જોવા મળી રહી છે. જોકે, આજે સુરતની વસ્તી વધીને સીતેર લાખનો આંકડો પાર કરી ગઈ છે સુરત મીની ભારત બની ગયું છે તેથી મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મોઢ વણિકની વસ્તી ઘટી રહી છે અને સુરતમાં હવે તેઓ લઘુમતીમાં છે તેમ છતાં વર્ષો જુની તહેવારની ઉજવણીની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે. આજે સુરતીઓએ વાસી બળેવ ની ઉજવણી કરી પરંતુ યોગાનુયોગ આજથી 84 વર્ષ પહેલાં દુર્ઘટના થઈ હતી ત્યારે 12 ઓગસ્ટ હતી અને આજે પણ 12 ઓગષ્ટ છે. આ દુર્ઘટના અનેક લોકોએ નિહાળી નથી પરંતુ બધાએ સાંભળી છે અને મુળ સુરતીઓ આજે પણ નારિયેળી પૂનમ ની બળેવને બદલે વાસી બળેવ ની ઉજવણી કરી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.