વિરપુર લીંમડીયા રોડ પર બેફામ ડમ્પરના ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં સારવાર બાદ મોત નીપજયું.... - At This Time

વિરપુર લીંમડીયા રોડ પર બેફામ ડમ્પરના ચાલકે બાઈક સવારને અડફેટે લેતાં સારવાર બાદ મોત નીપજયું….


વિરપુર લીંમડીયા હાઈ-વે ઉપર વિરાજી સર્કલ પાસે એક નિર્દોષ બાઈક ચાલકને બેફામ ગતિથી આવતા ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો જેના કારણે બાઈક સવારનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ બાદમાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જીવલેણ અકસ્માત સર્જ્યા બાદ બેફામ ડમ્પરનો ચાલક ઘટનાસ્થળે ડમ્પરને મૂકીને ફરાર થઈ ગયો હતો બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને જરૃરી તપાસ હાથ ધરી હતી ત્યારે વિરપુર પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર વિરપુર લીંબડીયા રોડ પર આવેલી દુધ ડેરી સામે મુન્નાભાઈ કાસમભાઈ ખલીફા મોટર સાઇકલ પાસે ઉભા હતા તે દરમ્યાન 35T-2633 ડમ્પર ચાલક ગફલતભરી રીતે હંકારી આવતા ઉભા રહેલા બાઈક સવારને અડફેટે લેતાં બાઈક સવાર મુન્નાભાઈ ખલીફા રોડ પર પટકાયા હતા તે દરમ્યાન ડમ્પર વ્હીલ મુન્નાભાઈના ડાબો પગના ઘૂંટણ તેમજ જમણા પગના પંજા ડમ્પરનુ વ્હીલ ફરી વળતાં તેમજ શરીરના અન્ય ભાગમાં પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુન્નાભાઈને વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મુન્નાભાઈ મોત નિપજ્યું હતું ડમ્પર ચાલકે ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો ત્યારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.