રેપ કેસમાં ફિટ કરવાની ધમકી આપી 17 હજાર પડાવ્યા
ભૂતખાના ચોક પાસેથી ટ્રિપલસવારીમાં નીકળેલા કોલેજિયનો પર રોફ છાંટ્યો 7 હજાર રોકડા, 10 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા, 4 સામે ગુનો
મોટામવામાં રહેતા કોલેજિયન યુવક તેના બે મિત્ર સાથે એક્ટિવામાં ટ્રિપલસવારીમાં જતા હતા ત્યારે ભૂતખાના ચોક પાસે બે અજાણ્યા શખ્સે પોલીસની ઓળખ આપી અટકાવ્યા હતા અને તમે ટ્રિપલસવારીમાં કેમ નીકળ્યા તેમ કહી ચાવી કાઢી લીધી હતી. બાદમાં તેને અમારો શું વાંક છે તેમ કહેતા તમારો વાંક અમારા સાહેબ આવે પછી નક્કી થશે કહી ફોન કરતાં વધુ બે શખ્સ આવ્યા હતા અને ચડ્ડો પહેરીને ફરે છે. ચાલો તમને પોલીસ ચોકીએ લઇ જવાના છે અને પાંચ લાખની માંગ કરી હતી.
નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો અભય અશ્વિનભાઇ મૂછડિયા (ઉ.21) નામનો કોલેજિયન યુવક બુધવારે રાત્રીના તેના મિત્ર નયન મકવાણા અને ક્રિશ વાઘેલા સાથે એક્ટિવા લઇને ટ્રિપલસવારી આજી ડેમ ચોકડી નજીક અમૂલ સર્કલ પાસે ઇંડાં ખાવા ગયા હતા. બાદમાં તે ઘેર આવતા હતા ત્યારે ચુનારાવાડ ચોકમાં પાન-માવો ખાવા ઊભા રહ્યા હતા અને ત્યાંથી કોઇ બાઇકસવાર બેલડી તેનો પીછો કરતાં હતા અને ભૂતખાના ચોક પાસે અટકાવ્યા હતા અને તમે ત્રણ સવારીમાં કેમ છો, એમ કહી એક શખ્સે એક્ટિવાની ચાવી કાઢી લીધી. અને પોલીસના નામે ધમકાવી રૂ.17 હજાર પડાવી લીધાનું જણાવી ફરિયાદ કરતાં પીએસઆઇ જેઠવા સહિતના સ્ટાફે ગુનો નોંધી બે શખ્સને સકંજામાં લઈ બેની શોધખોળ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
