વિજાપુર ટીબી રેલવે ફાટક નાળામાં ફુટપાથના વિરોધ માં બાળકો ની રેલી
વિજાપુરમાં ટીબી ફાટક તોડીને રેલ્વે દ્રારા બની રહેલા ડફનાળામાં બંને બાજુ ફૂટપાથ બનાવવાની વાતને લઈ ચિંતિત વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ સોમવારે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી અધિકારી ને આવેેદન પત્ર આપ્યું હતું જેમાં નાળું સાંકડું બનતાં અકસ્માત થઈ શકે તેમ છે તેમજ નાળાની ઉત્તર દિશામાં સર્વિસ રોડ થી સીધો સામેની બાજુ અંડર પાસ બને તેવી પૂરતી જગ્યા હોઈ ત્યાં અંડર પાસ બનાવવા સૂચન કર્યું છે
વિજાપુર ટીબી વિસ્તારમાં આવેલી શિક્ષણિક સંસ્થાઓમાં 5,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવર-જવર કરે છે હાલમાં આ વિસ્તારમાં રેલવે દ્રારા વિજાપુર આંબલિયાસણ લાઈનના ગેજ પરિવર્તનને લઈને ડફનાળા ની કામગીરી ચાલી રહી છે જેનું હજુ અડધું કામ થયું છે જેની નજીક આવેલી સોસાયટીઓના રસ્તા પણ બંધ છે જેને લઇ વિદ્યાર્થીઓ સહિત લોકો હેરાન થઈ રહ્યા છે
શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જણાવ્યું કે રેલવેનું ડફનાળુ બની રહ્યું છે પરંતુ તેમાં બંને બાજુ ફૂટપાથ બનાવાય તો નાળું સાંકડું બનતાં સાયકલ કે એકટીવા લઈને આવતાં બાળકોને અકસ્માત સર્જાય તેવા સંજોગો ઊભા થશે નાળાની ઉત્તર દિશામાં સર્વિસ રોડથી સીધાં સામેની બાજુ અંડર પાસ બનાવે તેવી પૂરતી જગ્યા છે વિદ્યાર્થીઓને હિતમાં રેલવે વિભાગ આ બાબત ધ્યાનમાં લે અને આ પ્રશ્નનો નિકાલ લવાય તે માટે મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
રીપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
