વાગરા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા 2 PSI ને મળ્યું પ્રમોશન, જિલ્લાના 8 PSI નો સમાવેશ
ગુજરાત પોલીસ ના ૧૫૯ પો.સ.ઇ ને પી.આઈ.તરીકે બઢતી અપાઈ :- ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પી.એસ.આઈ ને પી.આઈ તરીકે બઢતી ના આદેશો જારી કરાતા પોલીસ બેડા માં પોલિસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રમોશન પ્રાપ્ત કરનાર પો.સ.ઇ વર્તુળો માં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી છે.ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૧૫૯ જેટલા સબ ઇન્સપેક્ટરો (બિન હથિયારી) વર્ગ-૩ ને બઢતી નો હુકમ કરાયો છે.
ભરૂચ જિલ્લાના સાત પી.એસ.આઈ ને પી.આઈ નું પ્રમોશન મળ્યું :- ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર માં ફરજ નિભાવતા સાત જેટલા પી.એસ.આઈ.ને પ્રમોશન પ્રાપ્ત થયું છે. જેમાં અનિતા બા કનકસિંહ જાડેજા,રાજા ભાઈ લખમણ ભાઈ ખટાણા તેમજ હેમંત ભાઈ રાજેન્દ્ર સાંઠે, વનરાજસિંહ અર્જુનસિંહ ડોડીયા અને ડેનિશ અલ્ફ્રેડ ભાઈ ક્રિશ્ચિયન, મયુરકુમાર માધવભાઈ રાઠોડ,તથા ઘનશ્યામ કુમાર ઇશ્વર ભાઈ રાઠોડ નો સમાવેશ થાય છે.ઉકત તમામ પોલીસ સબ ઇન્સપેક્ટરો ને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લિવ ટુ અપીલ નં-૧૬૬૪૬/૨૦૧૬ માં આવનાર આખરી ચુકાદા ને આધીન રહેવાની શરતે પી.આઈ વર્ગ-૨ સંવર્ગ માં બઢતી નો આદેશ ગુજરાત પોલીસ દળ ના વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
