રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા એ આજે ફોર્મ ભર્યું.
રાજકોટ લોકસભા બેઠક પર પુરષોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપ્યા બાદ એક જાહેર કાર્યક્રમમા પુરષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનાથી ગુજરાતના ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા ની ટિકિટ રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પણ ભાજપ દ્રારા આંધળા કાને અવાજ અથડાઈ રહયો છે. વિરોધ ના વંટોળ સામે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, તથા રાજકોટ શહેર ના ભાજપ અગ્રણીઓ સાથે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં ભાજપ સરકાર પર તેની અસર પડી રહી નથી. પણ હવે જોવાનું એ રહ્યુ કે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી શું પગલાં ભરવામાં આવશે અને તેની અસર રાજકોટ લોકસભાની સીટ પર ને ગુજરાતમાં બીજી સીટો પર કેટલી અસર પડે છે તે આવનારા સમયમાં જોવા મળશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.