સોનાલી ફોગાટના પરિવારની વિનંતી, સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ જેવી હાલત ના કરતા
- સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેમના બે સહયોગિઓ સુધીર સાંગવાન અને સુખજિંદર સિંહે એક પાર્ટીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતોનવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારસોનાલી ફોગાટના મોતનું રહસ્ય ગાઢ બનતું જઈ રહ્યું છે. ફોગાટ ડેથ કેસમાં ગોવા પોલીસે ક્લબ માલિકની ધરપકડ કરી છે અને બાથરૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યા છે. બીજી તરફ ફોગાટનો પીએ સુધીર સાંગવાન અને તેનો સાથી સુખજિંદર સિંહ 10 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ દરમિયાન સોનાલીના પરિવારજનોએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસની તુલના સુશાંત સિંહ રાજપૂતની મોત સાથે કરી છે. તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે, આ કેસ સુશાંત સિંહ રાજપૂતના મોત જેમ ચાલે અને અંતે રહસ્ય બનીને રહી જાય. શનિવારે સોનાલી ફોગાટના પરિવારજનોએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે, આ કેસ સુશાંત સિંહ રાજપૂતના મોતની જેમ ચાલે. પરિવારનું માનવું છે કે, તેમના પુત્ર (સુશાંત સિંહ રાજપૂત)ની હત્યા કરી દેવામાં આવી હતી. રિયા ચક્રવર્તીએ તેને ડ્રગ્સ આપ્યો હતો જે હાલમાં બહાર છે. કેસ હજુ પૂરો નથી થયો. આ કેસ નશીલી દવાઓનો કબ્જો અથવા નશીલી દવાઓના સેવન વિશેનો નથી પરંતુ તે હત્યાનો છે.કુલદીપે કહ્યું કે, અમે માગ કરીએ છીએ કે, સોનાલીના હત્યારાને ફાંસી આપવામાં આવે. જો સોનાલીની હત્યા થઈ છે એ સાબિત નહીં થાય તો અમે CBI તપાસની માગ કરીશુ અને અમે નાર્કો ટેસ્ટની પણ માગ કરીશું.ગોવા પોલીસે કહ્યું હતું કે, સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેમના બે સહયોગિઓ સુધીર સાંગવાન અને સુખજિંદર સિંહે એક પાર્ટીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. શક્ય છે કે, તેના કારણે ફોગાટનું મોત થઈ ગયું હોય. આ બંને ફોગાટ હત્યાકાંડમાં આરોપી છે. શનિવારે બંનેને કોર્ટમાં હાજર કર્યા હતા અને ત્યાંથી તેઓને 10 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા હતા. વધુ વાંચો: સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં ક્લબ માલિક અને ડ્રગ્સ પેડલરની ધરપકડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.