રાજુલાના યુવા પત્રકાર આસિફ કાદરીનો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા - At This Time

રાજુલાના યુવા પત્રકાર આસિફ કાદરીનો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા


રાજુલા ગુજરાત મિરરના પત્રકાર આસિફ કાદરીનો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા થઈ રહી છે રાજુલા તાલુકામાં પત્રકારની સારી એવી છાપ ઊભી કરી લોકો સાથે પ્રેમની ભાવના ઊભી કરી છે અને નાના મોટા સમાચારો પોતાના ન્યુઝ પેપરના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહેતા અને નાની ઉંમરમાં પત્રકાર તરીકે આગળ વધતા પત્રકારની કારકિર્દીની શરૂઆત સાથે પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા આસિફ કાદરી સત્યની સાથે રાજુલા વિસ્તારના સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં અગ્રેસર રહ્યા છે અને રાજુલા પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહી પત્રકાર ક્ષેત્રે નિસ્પક્ષ.નિડર રહી લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી દરેક સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવી ચુક્યા છે અને સાથોસાથ સમાજ શિક્ષિત બને તે માટે વિદ્યાર્થીઓ,યુવાનોને શૈક્ષણિક રીતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સતત કાર્યશીલ રહ્યા છે. તદ્ઉપરાંત ગામડાના છેવાડાના લોકોને રાજય સરકારની યોજનાઓ વિશે આ પત્રકારે માહિતગાર કર્યા છે.આ કાર્ય પધ્ધતિ થકી લોકોમાં લોકચાહના ધરાવતા આસિફ કાદરીનો આજે તા ૨૭/૮/૨૦૨૨ ના રોજ જન્મદિવસ હોય જે નિમિત્તે રાજકિય સામાજિક તેમજ મિત્ર વર્તુળ સગા-સંબંધીઓ ફેસબુક,વોટસપ સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી તેમના મોબાઈલ નં 97239 85523 પર શુભેચ્છાઓ આપી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon