શ્રાવણ માસના તહેવાર પહેલાં સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું : રક્ષાબંધનની મીઠાઈના વેચાણ પહેલાં માવાની દુકાનો પર દરોડા
- જુદા જુદા વિસ્તારમાં માવાનું વેચાણ કરતી દુકાનોમાંથી સેમ્પલ લઈને ચકાસણી માટે ફુડ લેબમાં મોકલી અપાયા, સ્થળ પર મોબાઈલ ચેકીંગ વાનમાં પણ સેમ્પલ ચેક કરાયાસુરત,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારશ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરુ થઈ છે ત્યારે સુરત મ્યુનિ.નું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આગામી દિવસમાં રક્ષા બંધનનો તહેવાર હોય તેમાં મીઠાઈનો મોટા પાયે ઉપયોગ થતો હોય આજે પાલિકાના ફુડ વિભાગે શહેરમાં માવાનો સપ્લાય કરતી દુકાનો પર દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. શહેરની જુદી જુદી 24 દુકાનોમાંથી સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરી માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. શ્રાવણ માસના તહેવાર પહેલાં પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું : રક્ષાબંધનની મીઠાઈના વેચાણ પહેલાં માવાની દુકાનો પર દરોડા #Surat #DoodDepartment #FoodCheaking #rakhshabandhan #Shravan2022 pic.twitter.com/nZAmYiKuJQ— Gujarat Samachar (@gujratsamachar) August 4, 2022 પાલિકાના ફૂડ વિભાગે 13 ટીમ બનાવી હતી ભાગળ માવા બજારમાં આજે મોબાઈળ ફુડ ટેસ્ટીંગ વાન પણ ઉતારવામા આવી હતી. આ મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાનમાં દસેક દુકાનોના માવાના સેમ્પલની ચકારણી કરવામા આવી હતી પરંતુ તેમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યાર બાદ ફુડ વિભાગની ટીમ જુદા જુદા ઝોનમાં માવાનં વેચાણ કરતી સંસ્થાઓમાં પહોંચી હતી. પાલિકાના ફુડ વિભાગની ટીમે 24 જેટલા સેમ્પલ લઈને ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમા મોકલી આપ્યા હતા. આ વર્ષે પાલિકાએ તહેવારની ઉજવણી પહેલાં જ માવાના સેમ્પલ લીધા છે તેથી આગામી નજીકના દિવસોમાં તેનો રિપોર્ટ પણ આવી જશે. જે સેમ્પલ લેબોરેટરીમાં ફેલ જશે તેની સામે પાલિકા કાર્યવાહી કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.