વિસાવદર સિવિલ હોસ્પિટલ મા ડોક્ટર ની દાદાગીરી - At This Time

વિસાવદર સિવિલ હોસ્પિટલ મા ડોક્ટર ની દાદાગીરી


વિસાવદર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની દાદાગીરી
વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો ફરજ ઉપર હોવા છતાં પોતાના બગલે પડ્યા રહેતા હોય અને દર્દીઓ આમ તેમ ભટકતા હોય તેવા દ્રશ્યો અવારનવાર દ્રષ્ટિગોચર થાય છે ત્યારે બે દિવસ પહેલા રાત્રીના સમયે એક દર્દીને બાટલો ચડાવવાનો હતો ત્યારે ફરજ ઉપરના નર્સ તરફથી બાટલો ચડાવી દેવાનું કહી બાટલો ચડાવવા જાણ કરેલી પરંતુ દર્દીએ ફરજ ઉપર જે ડોક્ટર હાજર હોય તેમની પાસે દવા તથા બાટલો લખાવાનો આગ્રહ રાખતા ફરજ પરના નર્સે ડોક્ટર અત્યારે નહીં આવે અને તેનો ફોન નંબર મારી પાસે નથી તમારે ઘરે જઈ દવા લખાવી હોય તો લખાવી આવો તેમ કહેલ ત્યારે ગામના ઘણા બધા લોકો દવાખાને ભેગા થઈ ગયેલા અને તેમાંથી એક જાગૃત વ્યક્તિએ ડોક્ટરને ફોન કરી આ બાબતે જણાવતા તેઓએ જણાવેલ કે મારે ફક્ત ઈમરજન્સી હોય તો જ રાત્રિના સમયે દવાખાનામાં આવવાનું હોય અને ઈમરજન્સી ન હોય તો મારી ફરજ ગણાય નહીં અને મારે કોઈને અત્યારે સારવાર કરવાની રહેતી નથી એવું જણાવતા વિસાવદર ના નાયબ કલેક્ટરને પણ આ બાબતે ફોન કરી રજૂઆત કરવામાં આવેલી પરંતુ ફરજ પરના ડોક્ટર ટસ ના મશ થયેલ નહીં ઉપર જતા આ વ્યક્તિ સામે પોલીસ કેસ કરવાની ધમકી આપી દવાખાનામાં આવેલ નહિ ત્યારે આ ડોક્ટર પ્રત્યે વિસાવદર શહેરમાં ફીટકારની લાગણી વ્યાપી ગઈ છે અને તેમને કરેલા કાર્યો અંગેની વિગતો મેળવાઈ રહી છેતદ ઉપરાંત વિસાવદર ની સરકારી હોસ્પિટલ મા પ્રાયવેટ લેબોરેટરી વાળા નો પણ જમાવડો હોય છે બિન અનુભવી છોકરા ઓ દ્વારા પેસન્ટ ના બ્લડ સેમ્પલ લેવામાં આવેછે જયારે મીડિયા દ્વારાહોસ્પિટલ અધિક્ષક ને પૂછતાં અધિક્ષક દ્વારા મીડિયા નેપણ જવાબ આપેલ નહીં અને વિસાવદર ની સરકારી હોસ્પિટલ જાણે પોતાની પ્રાયવેટ મિલ્કત હોય તેરીતે મનસ્વી રીતે વહીવટ કરતા હોય તેવું લોકમુખે સાંભળવા મળેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image