પાદેડી થી સીમલીયા જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો થયા પરેશાન - At This Time

પાદેડી થી સીમલીયા જતો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકો થયા પરેશાન


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડી થી સીમલીયા જતો રસ્તો બિસ્માર હાલત બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો થયા પરેશાન.જયારે તંત્ર દ્વારા વહેલી તકે રોડનું નવીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ.પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના પાદેડી રામપુર થી સીમલીયા જતો માર્ગ બિસ્માર બનતા અવરજવર કરનાર વાહનચાલકો થયા પરેશાન.જયારે રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે કાયમી અવરજવર કરનાર મૂસાફરો માટે માથાનો દુખાવા રુપ બનતા વાહન ચાલકોમા રોષનો માહોલ જોવા મલી રહ્યો છે..જયારે સીમલીયા, ઘટીયાડા.સડા,નાના વડદલા,સેમારાના મુવાડાના ગ્રામજનો માટે લુણાવાડા તેમજ મલેકપુર બજારમાં અવરજવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાના કારણે આજૂબાજૂના ગ્રામજનો પણ થયા છે પરેશાન.આમ તંત્ર દ્વારા રોડનું વહેલી તકે નવીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર જોવા મલી રહી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image