વિસાવદર મામલતદાર કચેરીના શૌચાલયોના તાળા ખોલી પ્રજા માટે ચાલુ કરવાટિમગબ્બર ની રજુવાત - At This Time

વિસાવદર મામલતદાર કચેરીના શૌચાલયોના તાળા ખોલી પ્રજા માટે ચાલુ કરવાટિમગબ્બર ની રજુવાત


વિસાવદર મામલતદાર કચેરીના શૌચાલયોના તાળા ખોલી પ્રજા માટે ચાલુ કરવાટિમ ગબ્બર ની રજુવાત
. ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા, તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, કલેકટર,પ્રાંત અધિકારી વિગેરેને લેખિતમાં મેઈલ કરી જણાવેલ છે કે,વિસાવદર મામલતદાર કચેરીના પ્રજા માટે બનાવવામાં આવેલા શૌચાલયોને ઓફિસના અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા તાળા મારી પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગ કરવામાં આવી રહીયો છે વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લામાં સૌથી મોટો તાલુકો હોય તાલુકાના ૮૪ જેટલા ગામો તથા ૧૮ થી ૨૦ જેટલા નેશોની પબ્લિક અહીં આવતી હોય તેમા કેટલાય વૃદ્ધ , અપંગ, તથા લેડીશો આવતા હોય ત્યારે તેમના ઉપયોગ માટે બનાવવામાં આવેલ શૌચાલયો ને કચેરી તરફથી તાળા લગાવવામાં આવેલ છે તે તાળા તાત્કાલિક અસરથી ખોલી નાખવામાં આવે તેમજ ફરીથી આવા તાળા મારવામાં ન આવે અને તાળા મારનાર કર્મચારી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવા અમારી રજુઆતછે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.