બોટાદના શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદના શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી


બોટાદના શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

મિશન ગ્રીન બોટાદ સંસ્થા અંતર્ગત નગર શિક્ષણ સમિતિ બોટાદની 19 શાળાઓમાં વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15, બોટાદમાં પણ શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી.પર્યાવરણના દુશ્મન સમા પ્લાસ્ટિક ને નાબૂદ કરવાના એક અનોખા પ્રયોગ સાથે નગર શિક્ષણ સમિતિ બોટાદની 19 શાળાઓના બાળકોને એક ઈકો બ્રીક કે જેમાં એક લીટર પ્લાસ્ટિકની બોટલમાં ઘરની આસપાસ કે ઘરમાં રહેલુ વધારાનું પ્લાસ્ટિક ભરી અને શાળાએ તે ઈકો બ્રીક જમા કરાવવાનું અને તેના બદલામાં બાળકને એક ચકલી નો માળો આપવામાં આવે.આ પ્રોજેક્ટ અંતર્ગત નગર શિક્ષણ સમિતિ બોટાદ ની તમામ શાળાઓમાં અંદાજે આઠ થી દસ હજાર જેટલા ઈકો બ્રીક બનાવીને બાળકો દ્વારા લાવવામાં આવ્યા અને તમામ બાળકોને ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા.મિશન ગ્રીન બોટાદના પ્રણેતા વિજયભાઈ ઇટાલીયાના વિચાર અને માર્ગદર્શન હેઠળ શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણી આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું અને તમામ શાળાઓમાં ઈકો બ્રીકની માહિતી આપી હતી અને મિશન ગ્રીન બોટાદની ટીમે માળાઓનું વિતરણ કર્યું હતું. પર્યાવરણ માંથી પ્લાસ્ટિક નાબૂદી સાથે ચકલી બચાવો અભિયાન આ વિશ્વ ચકલી દિવસને દિવસે ઉજવી એક સુંદર મેસેજ બોટાદના લોકોને આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શાળાના તમામ શિક્ષકોએ અને બાળકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી તે બદલ મિશન ગ્રીન બોટાદના વિજયભાઈ ઈટાલીયાએ તમામ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.