બોટાદ રેલવે સુધાર સલાહકાર સમિતિ તેમજ ભાજપ આગેવાનોની આગેવાનીમાં બોટાદથી અમદાવાદ નવી ટ્રેન શરૂ કરવા રેલવેને રજુઆત: ઉનાળાની ભીડ પહેલા વ્યવસ્થાઓ વધારવાની માગ - At This Time

બોટાદ રેલવે સુધાર સલાહકાર સમિતિ તેમજ ભાજપ આગેવાનોની આગેવાનીમાં બોટાદથી અમદાવાદ નવી ટ્રેન શરૂ કરવા રેલવેને રજુઆત: ઉનાળાની ભીડ પહેલા વ્યવસ્થાઓ વધારવાની માગ


(ચિંતન વાગડીયા)
આગામી દિવસોમાં શાળામાં ઉનાળુ વેકેશન પડવાનું હોય જેથી દર વખતની જેમ આ વખતે પણ ટ્રાફીકમાં ખુબજ મોટો વધારો થાય તેમ હોય જેથી બોટાદ થી અમદાવાદ (ગાંધીગ્રામ) તથા બોટાદ થી સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેનો વધારવા
તેમજ કોરોના કાળ પહેલા બોટાદ થી અમદાવાદ વચ્ચે રોજની (પાંચ) ટ્રેન ચાલતી હતી, જે હાલ માત્ર ૩(ત્રણ) ટ્રેન ચાલે છે. જેને વધારીને તાત્કાલીક ધોરણે પ(પાંચ) ટ્રેન કરી આપવી.તેમજ બોટાદ રેલ્વે સ્ટેશનમાં તત્કાલ રીજર્વેશન માટે હાલ માત્ર એક બારી હોય છે, જેમાં ખુબજ ટ્રાફીક થતો હોય જેને તત્કાલ રીજર્વેશન સમય દરમ્યાન બે બારી તત્કાલ રીજર્વેશન માટે ફાળવવી. ટ્રેના સમય દરમ્યાન ટીકીટ બારી ઉપર ખુબજ ટ્રાફીક રહેતો હોય અને હાલ માત્ર બોટાદ રેલ્વે સ્ટેશન ઉપર માત્ર એક જ A-TVM હોય બીજા બે A-TVM મશીન ફાળવી આપવા.બોટાદ જંકશનથી અમદાવાદ (ગાંધીગ્રામ) તથા બોટાદ થી સુરેન્દ્રનગર વચ્ચે ખુબજ ટ્રાફીક રહે છે. તમામ ટ્રેનો ફુલ હોય છે, જેથી સીનીયર સીટીઝનોને ખુબજ અગવડતા પડતી હોય જેથી બોટાદ થી અમદાવાદ (ગાંધીગ્રામ) તથા બોટાદ થી સુરેન્દ્રનગર વચ્ચે
વધારાની ટ્રેનો તાત્કાલીક ધોરણે ફાળવી આપવા ખાસ વિનંતી તથા ઉનાળાના વેકેશનને ધ્યાને લઈ બોટાદની જનતાને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા ખાસ વિનંતી. તેમજ રાત્રીના ૮-૩૦ પછીના કોઈપણ સમયે બોટાદ થી અમદાવાદ જવા માટેની ફાસ્ટ ટ્રેન ફાળવવા વિનંતી. તેમજ બપોરના સમયે ભાવનગરથી બોટાદ આવતી ટ્રેન જે બોટાદ જ પ્લેટફોર્મ પર પડી રહેતી હોય તેને સુરેન્દ્રનગર સુધી લંબાવવી. તેમજ ધોળકા-ધંધુકા થઈ ને લાંબા અંતર સુધીની ટ્રેન ફાવવા વિનંતી.
ત્યારે ઉપસ્થિત બોટાદ રેલવે સ્ટેશન સુધારા સલાહકાર સમિતિના સભ્ય m સમીરભાઈ દોશી વિજયભાઈ રોજેસરા અશોકભાઈ લકુમ અશોકભાઈ મેર અને ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, શહેર ઉપપ્રમુખ હરેશભાઈ પીઠવા, ઉપસ્થિત રહી રજૂઆત કરેલ અને આવતા સમયમા કામગીરી થાય એ વિનંતી કરી.

રીપોર્ટર: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image