રાજકોટ મંદિરની દાનપેટી માંથી રકમની ચોરી કરનાર રીઢા ચોર ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. - At This Time

રાજકોટ મંદિરની દાનપેટી માંથી રકમની ચોરી કરનાર રીઢા ચોર ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.


રાજકોટ મંદિરની દાનપેટી માંથી રકમની ચોરી કરનાર રીઢા ચોર ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ મવડી રોડ શ્રી સીધ્ધી વિનાયક મંદિરની દિવાલ ટપી અંદર જાળી તોડી મંદિરમા રાખવામા આવેલ દાન પેટી ડીસમીસથી ખોલી તેમાં રહેલ દાનના રોકડા રૂપીયા ૧૨,૦૦૦ ની ચોરી થયેલ હોય જે અન્વયે માલવીયાનગર પો.સ્ટેશનમાં BNS કલમ-૩૦૫(૧),૩૩૧(૪) મુજબ ગુન્હો જાહેર થયેલ હતો. રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા ગુન્હાના કામે અજાણ્યા બંને ઇસમોને ત્વરીત પકડી પાડી ગુન્હો ડીટેકટ કરવા સૂચના કરેલ હોય. જે બાબતે P.I જે.આર.દેસાઇ ના સીધા માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પો.સ્ટે.ની સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ જેમા CCTV ચેક કરવા તેમજ જાણીતા ગુન્હેગારોને ચેક કરવા તેમજ ટેકનીકલ રાહે માહિતી મેળવવા અંગેની કામગીરી સોંપવામા આવેલ હતી. આ ગુન્હાના આરોપીને શોધી કાઢવા સારૂ તા.૩/૧/૨૦૨૫ ના રોજ સર્વેલન્સ ટીમના ડી.એસ.ગજેરા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમા હતા. સ્વામીનારાયણ ચોક ખાતે પહોંચતા સાથે જયદેવસિંહ પરમાર, મનીષભાઇ સોઢીયા, ચિત્રકેતુસિંહ ઝાલા નાઓને સર્યુકત રીતે ખાનગી હકિકત મળેલ કે ચારેક દિવસ પહેલા શ્રી સિધ્ધિ વિનાયક ગણેશ મંદિર માં ચોરી કરનાર ઇસમ જેણે શરીરે પીળા કલરનું જેકેટ તથા ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે હાલ તે ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ સામે આવેલ રેલ્વેના પાટાની બાજુમા બેઠો છે. જે મળેલ હકીકત આધારે, રાજકોટ ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ સામે ઓવર બ્રીજ નીચે રેલ્વેના પાટાની બાજુમાંથી નીચે જણાવેલ ઇસમને પકડીને મંદિરની દાનપેટી માંથી ચોરી કરેલ તમામ મુદામાલના રૂપીયા રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા ઉ.૨૭ રહે.કૈલાશનગર શેરીનં.૨ “ચામુંડા નિવાસ" મકાન નવલનગર શેરીનં.૯ મવડી રોડ રાજકોટ. કબ્જે કરેલ મુદ્દામાલ કિ.૧૨૦૦૦ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.