સુરતના રસ્તા વચ્ચેના ડિવાઈડર તોડી બનાવાયેલા શોર્ટકટ વાહન ચાલકો માટે જોખમી
રાંદેર ઝોનના ગુજરાત ગેસ સર્કલથી ઋષભ સુધીના રસ્તાની જેમ અનેક રસ્તાઓ પર તોડી નંખાયેલા ડિવાઈડર ટ્રાફિકની સમસ્યા વકરાવી રહ્યાં છે સુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવારસુરત શહેરમાં દોડતા વાહનોને વધુ સલામત રીતે દોડે તે માટે રસ્તા પર બનાવવામાં આવેલા કેટલાક ડિવાઈડર તોડી નાંખવામાં આવે છે. સર્કલ ન ફરવા પડે તે માટે બનાવવામાં આવેલા શોર્ટ કર્ટ હવે વાહન વ્યવહાર માટે જોખમી બની રહ્યાં છે. કેટલાક વાહનચાલકો આ તૂટેલા ડિવાઈડર માંથી બહાર નિકળતાં હોવાથી સતત અકસ્માતની ભીતિ રહેલી છે. તેમ છતાં પાલિકા તંત્રનું ઉદાસીન વલણ કોઈ વાહન ચાલકનો જીવ લેશે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં ગુજરાત ગેસ સર્કલ થી ઋષભ ચાર રસ્તા વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડર ના કેટલાક સ્ટોન લોકોએ તોડી નાંખ્યા છે અથવા તૂટી ગયાં છે. આ તૂટેલા ડિવાઈડર પાલિકા તંત્રને રીપેર કરવામાં ફુરસદ નથી. આ રોડ પરથી વાહનો પુર ઝડપે દોડી રહ્યાં છે પરંતુ તૂટેલા ડિવાઈડર માંથી વાહન ચાલકો પણ બહાર નીકળી રહ્યાં છે. જેના કારણે અનેક નાના અકસ્માત થઈ રહ્યાં છે. જોકે, રોડ આ રોડ પર અકસ્માત થઈ રહ્યાં છે તેમ છતાં પાલિકા તંત્ર તૂટેલા ડિવાઈડર રીપેર કરતું નથી. એટલે કેટલાક વાહનચાલકો આ ડિવાઈડર ના ગેપ માંથી બે રોકટોક બહાર નીકળી નિયમનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો માટે જોખમ ઉભુ કરી રહ્યાં છે.ગુજરાત ગેસ સર્કલ થી ઋષભ સર્કલની જેમ શહેરના અનેક રસ્તાઓ પર ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે જેનો લોકો શોર્ટ કટ અપનાવી રહ્યાં છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહન ચાલકો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટ જોખમી બન્યો હોવા છતાં પાલિકા તંત્ર હજી પણ કોઈ પગલાં ભરતું નથી. જો પાલિકા તંત્ર તૂટેલા ડિવાઈડર રીપેર નહીં કરે અને લોકો આમ જ ગેરકાયદે ઉપયોગ કરતા રહેશે તો મોટો અકસ્માત થાય અને લોકો જીવ ગુમાવે તેવી ભીતિ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.